Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(ખ) પાઠાંતર ભેદ વિ.સં. ૧૬૬૬માં કવિ ઋષભદાસ વિરચિત ‘વ્રતવિચાર રાસ'ની સ્વહસ્ત લિખિત મૂળ હસ્તપ્રત (જેને આપણે હવે પછી “ક' તરીકે ઓળખશું) કે જે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીવિજયશીલચંદ્રસૂરીશ્વરજી મહારાજજી પાસેથી પ્રાપ્ત થઈ છે. તેમ જ આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા જિ. ગાંધીનગર ગુજરાતમાંથી વિ.સં. ૧૭૮૫માં લહિયાએ લખેલ બીજી પ્રત નંબર – ૧૧૩૧૮ (જેને આપણે હવે પછી “ખ' તરીકે ઓળખશું) પ્રાસ થઈ છે. આ બન્ને પ્રતનો પાઠાંતર ભેદ અહીં દર્શાવ્યો છે. આ બન્ને પ્રત મધ્યકાલીન નાગરી/મારૂ ગુજરાતી લિપિમાં લખાયેલી છે. મધ્યકાલીન નાગરી લિપિનો પરિચય
પશ્ચિમ ભારતમાં તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં સંગ્રહાયેલી વિક્રમના દશમા શતકથી વીસમા શતક સુધી તાડપત્ર, કાગળ કે કાપડ વગેરે ઉપર હસ્તપ્રતો ઉપર લખાયેલું નાગરી લિપિનું લખાણ પ્રાચીન પરંપરાઓ પર આધારિત રહેલું છે. ઉપર્યુક્ત બન્ને પ્રતોમાં પણ પરંપરા અનુસાર સાંકેતિક લક્ષણોના આધારે લખાણ જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે : (૧) કોઈ શબ્દ બે વાર લખવાનો હોય તો શબ્દ પછી બેનો (૨) આંક લખવામાં આવે છે. દા.ત. નવઈ નવઈ = નવઈ “ર” (પ્રત-ક, ઢાલ-૭૫, કડી-૧૧),
જયજયકાર = જય ‘૨' કાર (પ્રત-ખ, ઢાલ-૮૦, કડી-૫૫),
પૂણ્ય પ્રગટ ભયુ. પુણ્ય પ્રગટ ભયુ = પૂણ્ય પ્રગટભયુ “' (પ્રત-ખ, ઢાલ-૮૧, કડી-૫૮). (૨) અક્ષર કાઢી નાખવા અથવા ખોટો અક્ષર છેકવા માટે અક્ષર ઉપર હરતાલ કે સફેદો લગાડ્યો છે. (૩) સ્વર કાઢી નાખવો હોય તો સ્વરના ચિહ્ન ઉપર કાઢી નાખવાનું ચિહ્ન આ પ્રમાણે ''
કર્યું છે. દા.ત. મુગતી = મુગાતી (પ્રત-ક, ઢાલ-૩૩, કડી- ૬૭). (૪) ભૂલથી રહી ગયેલા કાનો, આકારાન્ત, ઓકારાન્ત આ પ્રમાણે ‘રૂ' ઉમેર્યા છે, દા.ત. થાય = થેય (પ્રત-ક, ઢાલ-૧૪, કડી-પર),
વેધ્યા = વેર્ગે (પ્રત-ક, ઢાલ-૩, કડી-૨૩), ચોખું = ચેખ (પ્રત-ક, ઢાલ-પ૩, કડી-૭૨), કાલદાસ = કલદાસ (પ્રત-ક, ઢાલ-૧, કડી-૯), પોતાતણા = પોતાતણે (પ્રત-ક, ઢાલ-૪, કડી-૩૩),
પુનિમનો = પૂનિમને (પ્રત-ખ, ઢાલ-૫, કડી-૪૩). (૫) અક્ષર આગળ પાછળ લખાયો હોય તો અક્ષર ઉપર અંક કરવામાં આવ્યા છે. દા.ત. ઢાલ - ૬૪ = ઢાલ – ૪ ૬ (પ્રત-ખ, ઢાલ-૬૪),
સભગ = સર્ગભ (પ્રત-ખ, ઢાલ-પપ, કડી-૮૮).