Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
મહાભારતના અનુશાસન પર્વ ૧૧૫/૨૩માં લખ્યું છે કે,
अहिंसा परमो धर्मस्तथाऽहिंसा परमंतपः ।
__ अहिंसा परमं सत्यं यतो धर्मः प्रवर्तते। અર્થાત્ : અહિંસા પરમ ધર્મ, પરમ તપ અને પરમ સત્ય છે.
શાસ્ત્રકારોએ કહ્યું છે કે, શાંતિ સમાન કોઈ તપ નથી, સંતોષ જેવું કોઈ સુખ નથી, તૃષ્ણા જેવો કોઈ રોગ નથી અને દયા જેવો કોઈ ધર્મ નથી.
કવિ ઋષભદાસે વ્રતવિચાર રાસ’માં આ જ વાતનું પ્રતિપાદન અત્યંત સંક્ષેપમાં કર્યું છે. પરંતુ માર્મિક છે. જે નીચેની પંક્તિમાં આલેખ્યું છે. ઢાલ || ૧૬ | ધર્મ કહ્યો જે કેવલી, તે મોર મનિ સતિ |
યા કુલ આચના ભલી, સહુ સેવો એક ચતિ //૬ ૬ // સમકિત-સમ્યકત્વ
સમ્યકત્ત્વ, સમકિત, દર્શન વગેરે બધા શબ્દો જૈનદર્શનમાં એક જ અર્થમાં વપરાય છે.
સમ્યક એટલે બરાબર કે યથાર્થ, સાચી માન્યતા, વસ્તુને વસ્તુ તરીકે જ ઓળખવી તેનું નામ સમ્યકત્વ છે. અભિધાન રાજેન્દ્રકોશમાં સમ્યકત્વનો અર્થ તત્પરુચિ પણ કરેલ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' ૨૮માં સમ્યકત્વનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે,
तहियाणं तु भावाणं, सब्भावे उवएसणं
भावेण सद्दहंतस्स, सम्मत्तं तं वियाहियं ।।१५।।। અર્થાત્ : યથાતથ્ય (વાસ્તવિક) ભાવોના અસ્તિત્વની સ્વાભાવિક રીતે પોતાની મેળે) અથવા અન્યના ઉપદેશથી શ્રદ્ધા કરવી, તેને જિનેશ્વરોએ સમ્યકત્વ કહ્યું છે.
જે પદાર્થ જેવા સ્વરૂપે છે તેને તેવા જ સ્વરૂપે જાણે શ્રધ્ધ, પ્રરૂપે તે સમ્યગ્દર્શન કહેવાય.
‘તત્ત્વાર્થ સૂત્ર' ૧/૨માં ઉમાસ્વાતિએ કહ્યું છે કે, “તત્ત્વાર્થ શ્રદ્ધાનં સભ્યપૂનમ્' અર્થાત્ તત્ત્વો પરની શ્રધ્ધા તે સમ્યદર્શન છે. યથાર્થ રૂપથી પાર્થોનો નિશ્ચય કરવાની જે રુચિ તે સમ્યદર્શન છે.
ધર્મને ધર્મ સ્વરૂપે, અધર્મને અધર્મ સ્વરૂપે, જીવને જીવ સ્વરૂપે, અજીવને અજીવરૂપે તે જ પ્રમાણે પુણ્ય, પાપ, આસ્ત્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, ચાર તીર્થ, લોકાલોક, છ દ્રવ્ય વગેરે તમામ વસ્તુને તેના ખરા સ્વરૂપે જાણવી, માનવી, પ્રતીતિ કરવી તેને સમ્યકત્વ કે સમકિત કહે છે.
| ‘તત્ત્વાર્થ સૂત્ર ૧/૩માં કહ્યું છે કે “સાર્વધામાદ્રા ' અર્થાત્ સમકિતની પ્રાપ્તિ બે પ્રકારે થાય છે. ૧) નિસર્ગથી એટલે સ્વભાવથી અને ૨) અધિગમથી એટલે ગુરુ આદિના ઉપદેશથી. બન્ને પ્રકારના સભ્યદર્શનમાં અનંતાનુબંધી ચતુષ્ક કષાય (ક્રોધ, માન, માયા, લોભ) અને દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ. આ સાત પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થવો અનિવાર્ય છે. અને સમ્યકત્વ પ્રાપ્ત થવા સિવાય કોઈને મોક્ષ મળતો જ નથી. સમ્યકત્વ એ મોક્ષ પ્રાપ્તિનો પાયો છે.
‘જ્ઞાનાર્ણવ' ૬/૫૯માં સમ્યક્રર્શનનું મહત્ત્વ બતાવતાં કહ્યું છે કે, સમ્યકદર્શન અતુલ