Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(માતૃપક્ષની શ્રેષ્ઠતાનો અહંકાર), ૨) કુળમદ (પિતાના વંશની શ્રેષ્ઠતાનો અહંકાર), ૩) બલભદ, ૪) રૂપમદ, ૫) તપમદ, ૬) શ્રતમદ (વિદ્યાનો અહંકાર), ૭) લાભમદ અને ૮) ઐશ્વર્યમદ (પ્રભુતાનું અભિમાન). આઠ પ્રકારના મદના કારણે વ્યક્તિમાં મૃદુતા સમાપ્ત થઈ જાય છે. તેમ જ સમ્યકત્વના શત્રુસમાન છે. અરિહંત પ્રભુ આઠ મદના જીતનાર હોય છે.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસ'માં રૂપમદને આગમના દષ્ટાંત કથાનકના આધારે સમજાવી, અરિહંત પ્રભુએ આઠ મદને જીતીને વિજય મેળવ્યો છે, તે ઢાલ – ૮ પંકિત નંબર ૬૭ થી ૭૦માં દર્શાવે છે. અરિહંત આઠ કર્મના ક્ષય કરનાર
કર્મનો શાબ્દિક અર્થ કાર્ય, પ્રવૃત્તિ અથવા ક્રિયા થાય છે. અર્થાત્ જે કરવામાં આવે છે તેને કર્મ કહે છે. ચિત્તે તિ વર્ષ:' અર્થાત્ જે ક્રિયા કરવાથી બંધાય તે કર્મ.
જૈનદર્શનમાં કર્મને પુદ્ગલ પરમાણુઓનો પિંડ માન્યો છે. તે અનુસાર આ લોક ત્રેવીસ પ્રકારના પુદ્ગલ વર્ગણાઓથી વ્યાપ્ત છે. એમાંથી થોડાક પુદ્ગલ પરમાણુ કર્મના રૂપમાં પરિણત થાય છે. તેને કર્મ વર્ગણા કહે છે. જીવ અને કર્મનો અનાદિકાળથી સંબંધ છે. જે કર્મ વર્ગણાના પુદ્ગલો (ચૌસ્પર્શી) મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગના કારણે આત્મા સાથે બંધાય તેને કર્મ કહે છે.
જૈન કર્મ સિધ્ધાંતની દષ્ટિથી કર્મની આઠ મૂળ પ્રકૃતિઓ છે જે જીવને અનુકૂળ અને પ્રતિકૂળ ફળ પ્રદાન કરે છે.
| ‘શ્રી પ્રજ્ઞાપના સૂત્ર', “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' આદિમાં કર્મની આઠ પ્રકૃતિઓ બતાવી છે. જેમ કે, ૧) જ્ઞાનાવરણીય, ૨) દર્શનાવરણીય, ૩) વેદનીય, ૪) મોહનીય, ૫) આયુષ્ય, ૬) નામ, ૭) ગોત્ર અને ૮) અંતરાય કર્મ. આમાંથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતિકર્મ છે. કારણ કે આત્માના સ્વાભાવિક ગુણોનો ઘાત કરે છે. શેષ ચાર કર્મ અઘાતિ છે કારણ કે એ આત્માના કોઈ પણ ગુણનો ઘાત કરતા નથી.
કવિ ઋષભદાસ ‘વ્રતવિચાર રાસમાં આઠ કર્મ પ્રકૃતિઓનું આલેખન કરીને દર્શાવે છે કે અરિહંત પ્રભુ ચાર ઘાતિ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરે છે. તેમ જ બાકીના ચાર અઘાતી કર્મને પાતળાં પાડી વિચરે છે અને અંતે આઠ કર્મનો ક્ષય કરી મોક્ષ ગતિ પ્રાપ્ત કરે છે. જે ઢાલ – ૯ પંકિત નંબર ૭૨ થી ૭૫માં દશ્યમાન થાય છે.
સુગર
જૈન ધર્મ-દર્શનના બીજા તત્ત્વરૂપે સુગરની આરાધના કરવાનું કહ્યું છે. ગુરુ શબ્દનો અર્થ મહાન થાય છે. આ જગતમાં માતા, પિતા, બાંધવ સર્વ આપણાં સ્નેહી સ્વજન છે, પણ ગુરુ સમાન હિત કરવા કોઈ સમર્થ નથી. ગુર અગાધ સંસાર સાગરમાંથી જીવને બહાર નીકળવાની પ્રેરણા આપનાર દીવાદાંડી સમાન છે. 'ગુ' એટલે અંધકાર અને 'રૂ' એટલે જ્ઞાન. જીવનમાંથી અજ્ઞાનરૂપ મિથ્યાત્વના અંધકારને દૂર કરાવી સમ્યકત્વ જ્ઞાનનો પરમ પ્રકાશ આપનાર છે. તેથી જ કબીરજીએ પણ કહ્યું છે કે,