Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
દિગમ્બર પરંપરામાં મુનિ માટે અઠ્ઠાવીસ મૂલગુણોના પરિપાલનનું વિધાન છે. જેમ કે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઈન્દ્રિય નિગ્રહ, ષડાવશ્યક અને સાત બીજા ગુણ લોચ, નગ્નતા, અસ્નાન, ક્ષિતિશયન, અદ્યતઘર્ષણ, સ્થિતિભોજન (ઊભા ઊભા ભોજન કરવું) અને એકભક્ત (દિવસમાં એક વાર ભોજન કરવું) એમ અઠ્ઠાવીસ મૂળ ગુણ છે.
કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' માં જેનાગમોના આધારે મુનિના સત્તાવીશ ગુણોનું આલેખન ઢાલ-૧૬ પંકિત નંબર ૬૨ થી ૬૪માં કર્યું છે. મુનિના બાવીસ પરીષહ
| ‘રવા તિ પરીષદ:' જે સહન કરે તે પરીષહ છે. “શ્રી તત્વાર્થ સૂત્ર'માં પરીષહની પરિભાષા આલેખતાં કહ્યું છે કે, “મisીવન નિર્વાર્થ પરોઢન્ચા: પરીષદ:” અર્થાત્ સભ્યદર્શન આદિ મોક્ષમાર્ગમાં સ્થિરતા રહે એ માટે તથા નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ છે.
પરીષહ એટલે વિપત્તિઓને સહન કરવી. સંયમી સાધક સંયમ દૂષિત ન થાય અને પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય એ ભાવનાથી ભૂખ, તરસ, ઠંડી આદિ કષ્ટોને સમભાવપૂર્વક સહન કરે તે ‘પરીષહ જય' છે.
પરીષહ અને કાયકલેશમાં અંતર છે. (૧) કાયકલેશએ બાહ્ય તપ છે અર્થાત્ જે તપ કર્મક્ષય કરવા માટે સ્વેચ્છાએ સ્વીકારવામાં આવે તે કાયકલેશ છે. જેમ કે ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેવી વગેરે. (૨) પરીષહ એ છે કે મોક્ષ માર્ગ પર ચાલતી વખતે વગર ઈચ્છાએ આવતા સુધાદિ કષ્ટોને સંયમથી ચલિત થવા વિના નિર્જરાના લક્ષે સહન કરવા.
| ‘શ્રી સમવાયાંગ સૂત્ર', “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર', “શ્રી આવશ્યક સૂત્ર' આદિમાં બાવીસ પરીષહનો ઉલ્લેખ મળે છે. જેમ કે, ૧) સુધા-ભૂખ, ૨) પિપાસા-તૃષા, ૩) શીત-ઠંડી, ૪) ઉષ્ણગરમી, ૫) દેશમશક – ડાંસ-મચ્છર, ૬) અચેલ-વસ્ત્રનો સર્વથા અભાવ અથવા અલ્પ જીર્ણ વસ્ત્ર ધારણ કરવાં, ૭) અરતિ-સંયમ પ્રતિ થતી અરુચિ કે ઉદાસીનતા, ૮) સ્ત્રી પરીષહ – સ્ત્રીનો પરીષહ, ૯) ચર્ચા-વિહાર યાત્રામાં સહન કરવા પડતા કષ્ટ, ૧૦) નૈષધિકી - વિહાર ભૂમિમાં અથવા સ્વાધ્યાયભૂમિમાં થનારા ઉપદ્રવ, ૧૧) શય્યા-શંચ્યા, નિવાસ સ્થાનની પ્રતિકૂળતા, ૧૨) આક્રોશઅન્યના દુર્વચનનું શ્રવણ, ૧૩) વધ-લાકડી આદિનો માર સહન કરવો, ૧૪) યાચના-પ્રત્યેક વસ્તુ માંગીને મેળવવી, ૧૫) અલાભ-ઈચ્છાનુસાર વસ્તુની પ્રાપ્તિ ન થવી, ૧૬) રોગ-શરીરની અશાતા, ૧૭) તૃણસ્પર્શ - સંતારક માટે લાવેલા તૃણ આદિની પ્રતિકૂળતા, ૧૮) જલ-શરીર-વસ્ત્ર આદિની મલિનતા, ૧૯) સત્કાર-પુરસ્કાર-માન-સન્માનમાં આસક્ત થવું, ૨૦) પ્રજ્ઞા-બુદ્ધિનો ગર્વ કરવો, ૨૧) અજ્ઞાન-બુદ્ધિની હીનતામાં દુઃખી થવું અને ૨૨) દર્શન-મિથ્યામતોવાળાના સંસર્ગમાં આવવું અથવા શ્રદ્ધામાં શંકા કરવી. આ બાવીસ પ્રકારની પરિસ્થિતિને સમભાવ પૂર્વક સહન કરવી તે સાધુધર્મ છે.
આ બાવીશ પરીષહોમાં પ્રજ્ઞા અને અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જ્ઞાનાવરણીય કર્મ છે. અલાભનું કારણ અંતરાય કર્મ છે. અરતિ, અચેલ, સ્ત્રી, નિષદ્યા, યાચના, આક્રોશ અને સત્કાર