Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
૨૮૦ પાઠાંતરો મેં શોધ્યા છે. બન્ને હસ્તપ્રતોની અંતિમ ગાથા
ક
ખ
અતી શ્રી વરત વીચાર રાસ સંપૂર્ણ | સંવત ૧૬૭૯ વર્ષ ચઈત્ર વદિ ૧૩ ગુરૂવારે લખીત સંઘવી ઋષભદાસ સાંગણ || ગાથા || ૮૬૨ ||
ઈતિ શ્રી બાર વ્રત રાસ સંપૂર્ણ. શ્રી સંવત ૧૭૮૫ વર્ષે કાતીક સુદિ ૧૧ દિને વાર શુક્રે. ઈદમ્ પુસ્તકમ્ સંપૂર્ણ. યાદસં પુસ્તક દષ્ટા, તાદશં લિખિતં મયા | યદિ શુધ્ધમશુધ્ધ વા, મમ દોષો ન દીયતે |
બન્ને પ્રતોનું પાઠાંતર કરતાં બન્ને પ્રતો વચ્ચે ભાષાકીય તફાવત નજરે પડે છે. પ્રથમ ‘ક’ હસ્તપ્રત કે જે કવિ ઋષભદાસે લખી છે. તેમાં આવતાં ભાષાકીય તફાવત ઉપર અવલોકન કરતાં નીચેની બાબતો ધ્યાન ખેંચે તેવી છે.
હસ્તપ્રત ક
કવિ ઋષભદાસ સ્વયં વેપારી વણિક હોવાને કારણે તેમની ભાષા તથા લખાણ અને જોડણી લગભગ બોલચાલની શૈલીમાં છે. કવિની અને તે સમયની બોલચાલ, લખાવટ તથા જોડણી કેવી હશે તેનો અણસાર તથા અંદાજ આ પ્રત ઉપરથી અવશ્ય મળી શકે જે સંશોધનની દૃષ્ટિએ બહુ ઉપયોગી બની શકે.
કવિએ આપણે આજે જ્યાં ‘જ’ નો પ્રયોગ કરીએ છીએ ત્યાં ઘણે ભાગે ‘ય’ નો ઉપયોગ કર્યો છે. દા.ત. જેમ = ‘યમ’. જગનાથ = ‘યુગનાથ’, કાજ = ‘કાય’, કાંજણ્યુ = ‘કાંયણ્યું’, ઈત્યાદિ શબ્દો વાપર્યા છે.
તેમ જ્યાં શબ્દ મધ્યે ‘ર’ આવે ત્યાં કવિ ‘ય’ ઉમેરીને તે શબ્દને મૂક્યાં છે. જેમ કે મુરખ - ‘મુર્યખ’, કારમી ‘કાર્યમી’ વગેરે. રથનું = રર્થ, ધૃતનું = ધ્યર્ત, કારણનું – કાણ્યું, વ્રતનું ક્યાંક ક્યાંક વ્રર્ત આવા શબ્દોનો પ્રયોગ પણ કર્યો છે.
-
કવિ ઋષભદાસે તત્કાલીન સમયની લખાવટ અનુસાર શબ્દ પ્રયોગ કર્યો છે, દા. ત. ‘માં’નું ‘મ્હાં’, મુનિનું - ‘મુન્ય’, અગનનું – ‘અગ્યન’ કાલિનું ‘કાલ્ય’ ધનનું ‘ધન’, મહિલાનું – ‘મહઈલા’ ગજગતિનું – ‘ગજગત્ય’, દસવિધનું – ‘દસવીધ્ય’, વિનયનું – ‘વીનો', ચિંતનું – ‘અંત’, ચતુરનું ‘ચ્યતુર’, ક્ષુધાનું ‘ખ્યઘ્યા’, સારદનું - ‘સાર્દ' વગેરે આવા આવા અનેક શબ્દો આલેખ્યાં છે. કવિ ઋષભદાસના શબ્દોની જોડણીમાં હ્રસ્વ ઈકારન્ત' હોય ત્યાં ઘણે ભાગે દીર્ઘ ઈકારન્ત જોવા મળે છે. દા. ત. ‘રવી’, ‘કવી’, ‘વીષઈ’, ‘વીષ’, ‘સીદ્ધ', ‘થીવર', ‘પડીકમણું’, ‘સીર’, ‘સીધાંત', ‘રતી’, ‘અનીત વગેરે.
=
કવિએ ‘શ’ અને બદલે ‘સ’ તેમ જ ‘સ’ અને બદલે ‘શ' શબ્દનો પ્રયોગ કર્યો છે. દા. ત. ‘અસ્યોખ’, ‘વિસેખ’, ‘હાશ’, ‘ઉપદેસ’, ‘સીતલ’, ‘હરિકેસી’, ‘નાશકાજી’, ‘હંશા' વગેરે.
કવિએ પંકિતને અંતે લગભગ ઉકારાન્ત ક્રિયાપદ શબ્દનો પ્રયોગ કર્યો છે - જ્યારે ‘ખ’ પ્રતમાં ઓકારાન્ત ક્રિયાપદ શબ્દનો પ્રયોગ થયો છે. જેમ કે ‘સુણયુ’–સુણયો, ‘અનકુલ’–અનુકુલો, ‘જાયુ’– જાયો, ‘દાસ્યુ’–દાસો, ‘ગયુ’–ગયો, ‘લેજ્યુ’–લેજો, ‘કર્યુ’-કર્યો, ‘વીસ્તર્યુ’-વિસ્તર્યો વગેરે.
~> ૨૪૧