Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(ગ) જૈન તત્ત્વદર્શન જગત પરિવર્તનશીલ છે. સમયના પ્રવાહની સાથે લોકોનાં જીવન, રૂઢિ, ભાષા વગેરે બદલાય છે. ભૂગોળ બદલાય તેમ જ ખગોળ પણ બદલાય છે. આ બધાની વચ્ચે ન બદલાય એવી એક વસ્તુ છે અને તે છે ધર્મ. ધર્મ એટલે પદાર્થનો-વસ્તુનો સ્વભાવ, દરેક પદાર્થનો સહગુણ.
ધર્મની બીજી પણ એક વ્યાખ્યા છે. ધર્મ એટલે કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો. આજથી પાંચ હજાર વર્ષ પહેલાં, અઢી હજાર વર્ષ પહેલાં કે બસો-પાંચસો વર્ષ પહેલાં અહિંસા, સત્ય, પ્રેમ, સંયમ અને નમ્રતા જેવાં જીવનમૂલ્યોની જેટલી મહત્તા કે સત્યતા હતી એટલી જ આજે છે અને પછી પણ રહેશે.
જૈન પરંપરાનું ધર્મદર્શન તથા ધર્મ-જીવન પોતાની આગવી ભાત ધરાવે છે. તત્ત્વચર્ચામાં તે અનેકાંતની ઉદાર દષ્ટિ અપનાવે છે. તો જીવનચર્યામાં એ આંતર-બાહ્ય શુદ્ધિનો દઢ આગ્રહ રાખે છે. કોઈ પણ કથનમાં અને કોઈના પણ કથનમાં રહેલા સત્યાંશોને સ્વીકારવાની હિંમત અનેકાંત દષ્ટિમાં છે. એવી જ રીતે માનવ કર્તવ્યની, જીવનવિકાસની અને મુક્તિ સાધનાની વિવિધ ભૂમિકાએ ઊભેલી વ્યક્તિઓ માટે તેમની ભૂમિકાને સુસંગત આદર્શો અને તેના સાધક ઉપાયોનું વિગત વાર તથા વ્યવહારુ આયોજન પણ આ ધર્મ પરંપરા પાસે છે.
જૈનદર્શનની તત્ત્વધારાનો આરંભ ગણધર ભગવંતોના પ્રશ્ન “મમવંત જિં તત્તમ્'થી થાય છે. તીર્થકર ભગવંતો તેના જવાબ રૂપે “ઉપૂટ્ટ વા, વિરમે વા, ધુવે વા' આ ત્રિપદીની પ્રરૂપણા કરે છે. જેના દ્વારા સાપેક્ષ રીતે તત્ત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યા ગુણોથી યુક્ત છે તે તત્ત્વ છે. આ ઉત્પાદ-વ્યયાત્મક અને ધ્રૌવ્યાત્મકનો સિદ્ધાંત પ્રત્યેક પદાર્થ, પ્રાણી અને પરિસ્થિતિ સાથે સાપેક્ષ રીતે સંકળાયેલો છે.
આ સૂચક ત્રિપદી દ્વારા જૈનદર્શનના શાસ્ત્રની શરૂઆત થાય છે. આ શાસ્ત્રોમાં જે બાબતોનું વર્ણન આવે છે તે કાં તો પદાર્થ વિષયક, ખગોળ-ભૂગોળ આદિની ગણતરીનું તેમ જ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના આચાર, ક્રિયા, હેયોપાદેય, કર્તવ્યાકર્તવ્યનો વિવેક વગેરે વિષયક છે. અથવા ધર્મકથા વિષયક છે.
‘તત્ત્વજ્ઞાન’ એ તો જૈનદર્શનનો મેરુદંડ છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. આ નવ પદાર્થોને જૈનદર્શનમાં અતિ મહત્ત્વપૂર્ણ તત્ત્વ તરીકે નિરૂપિત કરવામાં આવેલ છે. જીવ ચૈતન્ય સ્વરૂપે છે. જડરૂપ અજીવ કર્મના સંયોગે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. આશ્રવ, સંવર અને નિર્જરા આ ત્રણ તત્ત્વોના વર્ણનમાં જૈનદર્શનમાં માન્ય આચારસંહિતા દર્શાવેલી છે. પુણ્ય અને પાપ આ બંને તત્ત્વો કર્મ પ્રકૃતિના વિવરણ સ્વરૂપ છે. બંધ તત્ત્વથી જીવનો કર્મ સાથેનો સંબંધ પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ એવાં ચાર પારિભાષિક વિભાગો દ્વારા સૂચવ્યો છે. મોક્ષ એ જીવનું અંતિમ લક્ષ્ય છે. જે સર્વ ભારતીય આર્યદર્શનોનું પણ અંતિમ ધ્યેય છે.
મધ્યકાલીન જૈન સાહિત્યનો સુવર્ણકાળ એટલે ૧૬/૧૭ સદીનો સમયગાળો. આ કાળના મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગની ધારા અખ્ખલિતપણે વહી. તેમાં જ્ઞાનમાર્ગ અતિ કઠિન કહેવાય, જ્યારે ભક્તિમાર્ગ સર્વ સાધારણ જનતા સુધી પહોંચ્યો છે. જૈનદર્શનમાં