Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
(૧૨) હસ્તપ્રતોમાં પ્રાચીન પરંપરા અનુસાર “ખ'ને બદલે ‘ષ'નો પ્રયોગ કર્યો છે. દા.ત. ખ્યણમ્હાં = ‘ષ્યણમ્હાં' (પ્રત-ક, ઢાલ-૫૦, કડી-૩૯), મુ ખ = ‘મુયષ' (પ્રત-ક, ઢાલ-૧, કડી-૭),
ખીર = ‘પીર' (પ્રત-ક, ઢાલ-૪૬, કડી-૯૭). નખ = ‘નષ' (પ્રત-ખ, ઢાલ-૭, કડી-૬૫).
સુરસુખ = “સુરસુષ' (પ્રત-ખ, ઢાલ-૨૪, કડી- ૬૭). (૧૩) ક્યાંક ક્યાંક રેફવાળા અક્ષરોની સ્વઈ રેફ સાથે જોડીને લખ્યું છે. દા.ત. આવર્તી = આવર્તી (પ્રત-ખ, ઢાલ-૬, કડી-૫૮).
તો પહેલી પંકિત ઉપર ખાલી જગ્યા હોવાથી ક્યાંક ક્યાંક હસ્વ ઈ, દીર્ઘ ઈ સુશોભિત કરીને
પણ લખ્યું છે. દા.ત. કીર્તિ = કીત (પ્રત-ક, ઢાલ-૧, કડી-૧૦) (૧૪) પ્રાય: કરીને હસ્તપ્રતમાં પદો છૂટાં પાડીને લખાણ લખવામાં આવતું નથી. પણ કોઈ કોઈ પ્રતમાં
વચ્ચમાં જગ્યા છોડવામાં આવે છે. અને તેમાં ચતુષ્કોણિય કુલિકા, અથવા વાવના પગથિયા જેવો આકાર કરવામાં આવે છે. અહીં પણ મૂળ પ્રત (ક)ની મધ્યમાં વાવના પગથિયા જેવો
આકાર કર્યો છે. દા.ત.55 (૧૫) બન્ને પ્રતમાં પૂર્ણવિરામ કે અલ્પવિરામ માટે એક ઊભી લીટી કરી છે, તેમ જ ગાથા કે કડી
પૂરી થાય ત્યાં બે ઊભી લીટી કરી છે, દા.ત. “!', '||' (૧૬) હસ્તપ્રતના પ્રારંભમાં 'બg ,હn,gCq આવું ચિત્ન કરવામાં આવે છે આને મીંડુ
કહેવાય છે. પ્રસ્તુત બન્ને પ્રતમાં પણ પ્રારંભમાં 'ga' આવું ચિહ્ન દર્શાવ્યું છે. (૧૭) તાડપત્રીય હસ્તપ્રતોમાં સંખ્યાંક ડાબી બાજુ કરવામાં આવતો. તે પરંપરા અનુસાર પ્રસ્તુત
બન્ને પ્રતમાં પણ સંખ્યાંક ડાબી બાજુ લખાયેલો છે. (૧૮) ગ્રંથ કે હસ્તપ્રતની પૂર્ણાહુતિમાં ‘સ' લખવામાં આવે છે. લહિયાએ લખેલી પ્રત (ખ)માં
પૂર્ણાહુતિમાં તે લખ્યું છે. દા.ત. શ્રી: Ila: It i૪ / શ્રીરહુ કલ્યાણ મસુ લેખકપાવકયોઃ ||શ્રી: I ત..