Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કવિ ‘અદત્તાદાન વિરમણ' વ્રતનો મહિમા સમજાવતાં કહે છે કે, આમ શાસ્ત્રનો મર્મ સમજીને તેમણે આજ્ઞા ઓળંગી નહિ અને અણદીધું પાણી લીધું નહિ અને તાપસનો ધર્મ રાખ્યો. કવિ પરધન લેવાથી તેના ફળરૂપે દુ:ખો ભોગવવાં પડે છે તે વાત સમજાવતાં કહે છે કે, તો આપણે પણ વળી બીજાનું ધન શા માટે લઈએ? પરભવમાં તેનું લેણું આપવું પડશે. માટે સરવાં કાને સાંભળજો, જેમકે પરધન લેતાં તો સહેલું છે પરન્તુ ભોગવતાં દુઃખ થાય. જો સમજો તો ચેતી જજો કોઈ છળકપટ કરતા નહિ.
જે કોઈ નર પરધન લઈને અમૃત આહાર કરે છે. તેણે પરભવમાં ભેંસ અને પાડો થઈને માથા ઉપર બહુ ભાર ઉપાડવો પડશે. વળી પરધન દ્વારા મેળવેલ ઘી ઘોળેલ ચોખા દાળ કરતાં વિષ પીવું સારું પણ પરધન લેવું નહિ. વળી દેવાદાર જગતમાં બધાનો દાસ બને છે.
કવીત ।। ત્રિંણતણો જગિ દાસ, વાસ પણિ દિણઇં મુકઇ ત્રિંણઇ દેહ જ ખોય, દિણથી ભોજન ચુકઇ | દિગઇ દીન મુખ હોય, દિણથી દીસઇ દૂખીઓ । ણિઇ ઊવટવાટ, દિણથી સુઇ ન સુખીઓ // દિણઇ કીરતિ પંગલિ, નર્ગ ગતિ નીસઇ કહી ।
નીચ યુનિ અવતાર, છૂટઇ પસુ પી િં વહી ।।૬૯ ||
કડી નંબર ૬૯માં કવિએ દેવાદારની સ્થિતિ કેવી હોય તેનું વર્ણન સુભાષિતરૂપે આલેખ્યું છે. કવિ દેવાદારની સ્થિતિનું વર્ણન સુભાષિત દ્વારા સમજાવતાં કહે છે કે, દેવાદાર જગનો દાસ ગણાય છે દેવા થકી પહેરવેશ પણ છોડવો પડે છે (મળે નહિ). દેવાથી શરીર સુખ ગુમાવવું પડે છે, ભોજન પણ ચૂકી જવાય (મળે નહિ). દેવા થકી મુખ ગરીબડું થાય, આમ દેવાથી દુઃખિયો લાગે છે. વળી અનેક પ્રકારના ઉચાટ-ચિંતા થાય કે જેથી સુખરૂપ સૂઈ ન શકે. દેવાથી કીર્તિ પણ ઓછી થાય તેમ જ નરક ગતિ પણ નિશ્ચયથી બતાવી છે. વળી નીચ યોનિમાં આવીને પશુ તરીકે અવતાર લઈ પીઠ ઉપર ભાર ઉપાડીને લેણામાંથી છૂટી શકાશે.
દૂહા || પીઠિ વહીનેિં છુટસઇ, પરવશ તેનિ દેહ ।
તે ભોગવતાં દોહેલું, જિહા દૂખનો નહી છેહ 1190 ||
કડી નંબર ૭૦માં કવિએ પરભવમાં પણ દુ:ખ ભોગીને દેણું ચૂકવવું પડશે એ વાત સમજાવી છે.
આમ બીજાને આધીન તેનો આત્મા (જીવ) પીઠ ઉપર ભાર ઉપાડીને છૂટી શકશે, જે દુઃખ ભોગવતાં ઘણું દોહેલું થશે. અને ત્યાં દુ:ખનો પાર નહીં હોય.