Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
માગ્યું અગ્યન ન આપીઇ એ, પરજલતાં બહુ પાપ તો |
જીવ વણસઈ બહુ ભાત્યના એ, જિમ જિમ લાગઇ તાપ તો II૮OI ઢાલ - ૭૧ કડી નંબર ૬૭થી ૮૦માં કવિએ આઠમું “અનર્થ દંડ વિરમણ' નામના ત્રીજા ગુણવ્રતનું વિગતવાર સ્વરૂપ આપ્યું છે. વગર કારણે અને લેવાદેવા વગર મનુષ્ય જે પાપાચરણ કરે છે તે અનર્થ દંડ. તેનાથી બચાવનાર આ વ્રત’ છે.
કવિ સવિસ્તારથી આઠમા વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, અનર્થ દંડ ટાળીને વ્રત આઠમું પાળવું. જેમ કે ખેલ, નાટક ચેટક, ગમ્મત વગેરે પાખંડ જોવા નહિ, વળી તું પોતે મનમાં સમજે તો વાઘ અને બકરીનો ખેલ કરાવવો નહિ. તેમ જ સોગઠાબાજી, શેતરંજ વગેરે રમવાથી પાપ લાગે છે. જુગારમાં સટ્ટો પણ રમવો નહિ, તેનાથી પોતાના ધનની હાનિ થાય. અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે જેમ કે નળ દમયંતી, પાંડવો દ્રૌપદી વગેરે જુગાર થકી દુઃખી થયાં હતાં, એ તું જાણ.
આગળ કહે છે કે, રાજકથા અને સ્ત્રીકથા તેમ જ દેશકથા કરવી નહિ. તેમ જ ભક્તકથા (ભોજનઆશ્રી) પણ કરવી નહિ. ત્યાંથી તારું મન વાળવું. તેમ જ પાપ ઉપદેશ પણ આપવો નહિ. આવા ઉપદેશ આપવાથી પુણ્યની હાનિ થાય છે. વળી ખાંડાં, કોશ, કટાર વગેરે સાધનો બીજાને આપવાં એ દુર્ગતિની ખાણ છે.
સુડી, છરી, પાવડો, રાંભો, હળ વગેરે હથિયાર અને વળી લોઢી, છીપર (પથ્થર), દાંતિયો વગેરે આ બધાં સાધનો જીવ સંહાર કરે છે. તેમ જ ખાણિયો, સાંબેલું અને ચક્ર કે જેને પીલવાનાં, પીસવાનાં યંત્ર કહ્યાં છે. જે તમે આત્માનું હિત ઈચ્છતાં હોય તો માંગવાથી પણ આપવાં નહિ.
જેમ કે હિંચકે હિંચવું નહિ. વળી છૂટા પાણીમાં નહાવાથી પણ શું લાભ થાય? પ્રાણીઓ આવા પાપ કરીને કોઈ પણ મોક્ષમાં પહોંચી શકતાં નથી. તેમ જ ભેંસ, ઘેટાં, બકરાં વળી કૂકડા અને બિલાડા વગેરેને કુસ્તી કરતાં જોવાં નહિ, એ જોવામાં સાર પણ શું છે? વળી ચોર અને સતીને બળતાં જોવાની શા માટે ઈચ્છા કરવી? એમ કરવાથી ત્યાં અશુભ કર્મ બંધાય છે. માટે ભગવંતોએ તે રોક્યું છે.
માટી, કણ, ક્લાશીયા, વળી પાણીની લીલ, ફૂગ આદિને કારણ વગર શા માટે દબાવવા? માટે હૃદયમાં આવું વિચારો. તેમ જ પાણી, છાશ, ઘી, તેલ વગેરેનાં વાસણ ભાવથી ઢાંકવા, ઉઘાડા મૂકવાં નહિ કારણ કે તેમ કરવાથી અસંખ્ય જીવ તેમાં પડે છે.
આગળ કહે છે કે, સૂડા, મેના, પોપટ વગેરે પંખીઓને પિંજરામાં પૂરવાં નહિ. આવું બંધન સહુ માટે અઘરું છે. તેના દિવસ રાત કેવી રીતે જશે? વળી માંગવા છતાં પણ અગ્નિ કોઈને આપવો નહિ કારણ કે અગ્નિ પ્રજ્જળતાં જેમ જેમ તાપ લાગે, ત્યારે ઘણા પ્રકારનાં જીવો નાશ પામે છે અને બહુ પાપ લાગે છે.
દૂહા || માગ્યો અગ્યને ન આપીઈ, અનિં વલી લોહી થીઆર / અનર્થદંડ એમ ટાલિઇ, તો લહીદ ભવપાર //૮૧//