Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
પરંપરામાં જે સ્થાન ગાયત્રી મંત્રનું છે. બૌદ્ધ દર્શનમાં ત્રિશરણ-ત્રિશરણ મંત્રનું છે. તેવી જ રીતે જૈનદર્શનમાં નવકાર મંત્રનું સ્થાન છે.
આ ઉક્તિ અનુસાર આ રાસના કર્તા કવિ ઋષભદાસ પણ ઈષ્ટદેવ શ્રી પાર્શ્વનાથની સ્તુતિ કરીને મહામંત્ર સમા નવકાર મંત્રના નવપદની આરાધના કરીને શુભ કાર્યની શરૂઆત કરે છે. જે નીચેની પંક્તિ દ્વારા જણાય છે. ઢાલ || ૧ || પાસ જિનેસ્વર પૂજઈ, હાઈઇ તે જિનધર્મ |
નવપદ ધરિ આરાધીઇ, તો કીજઈ સુભ કર્મ //૧ // સરસ્વતી વંદના
ઈષ્ટ દેવની આરાધનાની સાથે સાથે કવિ ઋષભદાસ સરસ્વતી દેવીની સ્તુતિ પણ કરે છે, કે જે મા શારદા પ્રત્યેની અતૂટ આસ્થા પ્રગટ કરે છે. તેમ જ પોતાની અસમર્થતા બતાવીને શ્રુતદેવી મા ભગવતીની વિનમ્રભાવે સહાયતા માંગીને પોતાનું કાર્ય નિર્વિને પૂરું કરવાનું કહે છે.
ગણધરોના મુખમાં વાસ કરનારી સરસ્વતીદેવી સમસ્ત જગતમાં જ્ઞાનનો મૂળ સ્ત્રોત વહાવનારી છે.
જૈન આગમોમાં સહુથી પ્રાચીન “શ્રી ભગવતી સૂત્ર' ગણાય છે. તેના પ્રારંભમાં મંગળ તરીકે “નમો વંશી નિરિવણ’ દર્શાવ્યું છે. આ રીતે બ્રાહ્મી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યા છે.
પ્રત્યેક ધર્મ પરંપરામાં મા સરસ્વતીનો વિશિષ્ટ સ્વરૂપમાં સ્વીકાર થયો છે. હિન્દુઓમાં સરસ્વતી નામથી, વૈશ્યોમાં શારદા, બૌદ્ધોમાં પ્રજ્ઞા પારમિતા, ખ્રિસ્તીઓમાં મીનર્વા અને જૈનોમાં મૃતદેવતાના નામથી મા સરસ્વતીની ઉપાસના થાય છે.'
કવિ ઋષભદાસ પણ પ્રથમ મા સરસ્વતીની ઉપાસના કરી પોતાનું કાર્ય શરૂ કરે છે જે નીચેની પંક્તિઓ દ્વારા જણાય છે. ઢાલ || ૧ || ઉપદેશિ જન રજવઈ, મહીમા સરસતિ દેવ /
તેણઈ કાર્ય તુઝનિં નમું, સાર્દ સારૂ સેવ //પ // સમરૂ સરસતિ ભગવતી, સમજ્યા કરજે સાર /
હું સુખ મતી કે લવું, તે તાહરો આધાર //૬ // પાત્રાલેખન
મધ્યકાલીન રાસાઓમાં મોટા ભાગના કવિઓ રાસાના કથાનકનું આલેખન પાત્રો દ્વારા કરે તે સ્વાભાવિક છે. આવી કથાઓમાં ઘટનાઓને વણી લેતાં પાત્રોનું આલેખન વિવિધ રીતે કરતાં હોય છે. આમ રાસામાં પાત્રાલેખનનું એક વિશેષ મહત્ત્વ છે. આવા કથાનકમાં મુખ્ય પાત્રો, ગૌણ પાત્રો તેમ જ સ્ત્રી પાત્રો, પુરુષ પાત્રો તો ક્યારેક પ્રાણી પાત્રોનું પણ આલેખન કરવામાં આવે છે.
જ્યારે કવિ ઋષભદાસે ‘વ્રતવિચાર રાસ' કૃતિનું કોઈ પણ મૂળ કથાનકના આધારે આલેખન કર્યું નથી પરંતુ વ્રતની મહત્તા સમજાવવા માટે જૈન ધર્મકથાનુયોગની વિવિધ કથાઓનાં દષ્ટાંત આપ્યા છે. તેથી અન્ય રાસાઓની જેમ આ રાસામાં મુખ્ય પાત્ર અને ગૌણ પાત્ર જોવા મળતા નથી