Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
પરંતુ દષ્ટાંત કથાઓમાં આવતા પાત્રોનું જ્યાં જ્યાં જરૂર પડી છે, ત્યાં લંબાણપૂર્વક અને અન્ય ક્યાંક ટૂંકાણમાં લાઘવયુક્ત શૈલીમાં સચોટ રીતે આલેખન કર્યું છે. જેમ કોઈ કુશળ ચિત્રકાર પીંછી દ્વારા મનોહર ચિત્રનું સર્જન કરે છે, તેમ કવિ ઋષભદાસે પીંછી રૂપી કલમ દ્વારા વિવિધ પાત્રોનું સર્જન કર્યું છે. જેની નીચેનાં પાત્રો દ્વારા પ્રતીતિ થાય છે. મેઘરથ રાજ
કવિ ષભદાસે આચાર્ય હેમચંદ્રાચાર્ય વિરચિત “ત્રિષષ્ટિ શલાકા પુરુષ' માં આપેલ મેઘરથ રાજાના કથાનકને આધારે મેઘરથ રાજાના પાત્રનું આલેખન કરીને જૈન ધર્મના પ્રાણ સમા જીવદયાનો સંદેશ આપ્યો છે. મેઘરથ રાજાના ભાવમાં શરણે આવેલાં પારેવડાંને રાજાએ પોતાના પ્રાણની પરવા કર્યા વગર જીવતદાન આપીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું અને પરમ પદને પામ્યા. જે ઢાલ-૪૬ પંક્તિ નંબર ૯૫ થી ૯૯માં દર્શાવે છે. મેઘકુમાર
કવિ ઋષભદાસે “શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રના પ્રથમ અધ્યયન મેઘકુમાર કથાનકના આધારે મેઘકુમારના પાત્ર દ્વારા તેના મેરુપ્રભ હાથીના ભવ(પૂર્વભવ)માં એક નાનકડા સસલાના જીવને બચાવવા અઢી દિવસ સુધી દારૂણ વેદના ભોગવીને પણ ઉત્કૃષ્ટ જીવદયા પાળી. તેમ જ તેના ફળ સ્વરૂપે તેનો જીવ શ્રેણિક રાજાના મહારાણી ધારિણીદેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થઈ દેવગતિને પ્રાપ્ત કરે છે, તે વાત વર્ણવી છે. જે ઢાલ-૪૭ પંક્તિ નંબર ૫૦૦ થી ૫૦૮ દ્વારા સમજાય છે. . અકાઈ રાઠોડ
કવિ ઋષભદાસે શ્રી વિપાક સૂત્રના પ્રથમ અધ્યયન મૃગાપુત્ર કથાનકના આધારે અકાઈ રાઠોડના પાત્ર દ્વારા હિંસાના ફળ કેવાં હોય, તેમ જ પૂર્વભવમાં કરેલા પાપ કૃત્યના ફળરૂપે આગામી ભવમાં કેવી ભયંકર વેદનાઓ સહન કરવી પડે છે, તે વાતનું આલેખન સચોટપૂર્વક કર્યું છે. જેની ઢાલ૪૮ પંક્તિ નંબર ૧૦ થી ૧૫ દ્વારા પ્રતીતિ થાય છે. સિંહમુનિ
કવિ ઋષભદાસે “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'-૨ પરીષહ પ્રવિભક્તિમાં આપેલ દષ્ટાંત કથાનકના આધારે સિંહમુનિના પાત્ર દ્વારા બોધ આપ્યો છે કે, મહાન એવા તપસ્વી મુનિઓ પણ વિષયમાં અંધ બનીને શીલતથી ચૂકી જાય છે, જેમ કે એક વેશ્યાના રૂપમાં મોહિત થઈને સિંહમુનિ પોતાનો સંયમ ધર્મ છોડીને રત્નકંબલ લેવા માટે જાય છે અને છેવટે વેશ્યા દ્વારા જ પ્રતિબોધિત થઈ સંયમમાં સ્થિર થાય છે. જે ઢાલ ૫૫ પંક્તિ નંબર ૫ થી ૬માં દર્શાવ્યું છે. સ્ત્રી પાત્રો
આ કૃતિમાં કવિએ સ્ત્રી પાત્રો દ્વારા શીલનો મહિમા દર્શાવ્યો છે. જેમ કે સતી સીતા, સતી સુભદ્રા, સતી વિશલ્યા, અંજના સુંદરી, કલાવતી વગેરે સ્ત્રી પાત્રોનું આલેખન કરી સિદ્ધ કર્યું છે કે ગમે તેવાં ભયંકર કષ્ટ આવવા છતાં તે કષ્ટ શીલ થકી જ દૂર થઈ જાય છે. આમ કવિએ શીલ વ્રતને શ્રેષ્ઠ બતાવ્યું છે.