Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કહેવો નહિ તેમ જ નકામી ગાળો આપવી નહિ. અને મુખથી હંમેશાં મીઠું બોલવું. જેમણે પરઉપકાર કર્યો છે એવા સુગુરુનાં વચન યાદ કરવાં. તેમ જ જૈનધર્મ આરાધવો અને બાર વ્રત ધારણ કરવાં.
ઢાલ ૭૯ || દેસી. મેગલ માતો રે વનમાંહિ વસઈ // રાગ. મેવાડો // બાર વરત નિં રે જે નર સિર વહઈ, તસ ઘરિ જઈજઈ રે કાર / મનહ મનોર્થ તે વલી તસ ફલઈ, મંદિર મંગલ ચાર //૪૭ // બાર વરત નિંરે જે નર સિર વહઈ. આંચલી. ભણતાં ગુણતાં રે સંપઈ સુખ મલઈ, પોહોચઈ મન તણી આસ / હિવર હાથી રે પાયક પાલખી, લહીઈ ઊચ આવાસ //૪૮ // બાર વરતનિં સુંદર ઘણ રે દીસઇ સોભતી, બહઇની બાંધવ જેડડ્ય / બાલિક દીસઈ રે રમતા બારણાં, કુટંબતણી કઈ કોડ્યું //૪૯ // બાર વરતનિં વ્યવરી મઈહઈજી રે દીસઈ દૂઝતાં, સુરતરૂ ફલીઓ રે બાર્ય / સકલ પદારથ મુઝ ઘરિં મિં લહ્યા, થિર થઈ લછી રે નાય //૫૦ // બાર વરતનિં મનહ મનોર્થ માહાર) જે હતો, તે ફલિઓ સહી આજ /
શ્રી જિનધર્માનિ પાસ પસાઓલઈ, મુઝ સીધા સહી કાજ //૪૧ // બાર. ઢાલ – ૭૯ કડી નંબર ૪૦થી ૫૧માં કવિએ બાર વ્રત લેનાર અને પાળનારને કેવા શ્રેષ્ઠ સુખ મળે છે તેનું વર્ણન કર્યું છે. તેમ જ કવિ પોતાનો પરિચય આપીને અંતે પાર્શ્વનાથની કૃપાથી પોતાના સર્વ કાર્ય સિદ્ધ થયાં હોવાનો પરિતોષ દર્શાવે છે.
કવિ કહે છે કે, આમ જે મનુષ્ય બાર વ્રત ધારણ કરે છે તેના ઘરે જયજયકાર થાય છે. તેનાં મનનાં બધાં જ મનોરથ પૂર્ણ થાય છે અને તેના ઘરે ચાર મંગળ પણ હોય છે. આ બાર વ્રતને કહેવાથી, તેમ જ તેનો અભ્યાસ કરવાથી સુખ, સંપત્તિ અને સંપ મળે છે અને મનની આશાઓ પણ પૂરી થાય છે. તેમ જ હાથી, ઘોડા, નોકર ચાકર, પાલખી વગેરે અને રહેવા માટે ઊંચા આવાસ પણ પ્રાપ્ત થાય છે.
પછી કવિ પોતાના ગૃહસ્થી જીવનનું વર્ણન કરતાં કહે છે કે, ઘરે સુંદર રૂપાળી પત્ની છે. ભાઈ અને બહેન બન્નેનું સુખ પણ પ્રાપ્ત થયું છે, વળી બારણાંમાં બાળકો પણ રમતાં દેખાય છે. આમ ઘણો કુટુંબ કબીલો છે તો વળી ઘરે ગાય, ભેંસ વગેરે ગોધન દૂઝતાં છે. આંગણામાં કલ્પવૃક્ષ જેવાં તરુવરો ઊભાં છે. આવી રીતે મારા ઘરમાં બધો જ વૈભવ મને પ્રાપ્ત થયો છે. તેમ જ ઘરમાં લક્ષ્મીરૂપી નારી પણ સ્થિર થઈને રહી છે. વળી મારા મનનો જે મનોરથ હતો તે પણ આજે ફળીભૂત થયો છે. આમ શ્રીજિન ધર્મ અને શ્રી પાર્શ્વનાથની કૃપાથી મારાં સર્વ કાર્ય સિદ્ધ થયાં છે, પાર પડ્યાં છે.