Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કડી નંબર ૨૯થી ૩૫માં કવિ દાનનો મહિમા બતાવીને પછી ઉપસંહાર તરફ વળે છે અને કહે છે કે, મેં આ બાર વ્રત ગાયાં, તેમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો તે માટે મને દોષ આપશો નહિ, તેમ જ પોતાની ભૂલને સાંખી લેવાનું કહે છે.
પુણ્ય વગર બીજાનાં ઘરે ભટકવું પડશે, રડવડવું પડશે, આમ દાન દીધાં વિનાનાં દુઃખ જે. આવું જાણીને પુણ્યની શરૂઆત કરો કે જેનાથી ઘરે લક્ષ્મી આવે. વળી સંપથી ઘણું સુખ મળે છે તેમ જ નિત્ય દાન આપવું. મુખથી મીઠું બોલવું અને જિનવરનું ધ્યાન ધરવું. આમ ભગવંતનું ધ્યાન ધરીને સકળ જીવોને ઉગારવા. તેમ જ પૌષધ પુણ્યરૂપી પ્રભાવના છે અને બાર વ્રતને ચિત્તમાં ધારણ કરવાં.
અહીં કવિ ઉપસંહાર આપતાં કહે છે કે, મારી મતિ પ્રમાણે મેં શ્રાવકના બાર વ્રત ગાયાં છે. એમાં મારો (કવિનો) દોષ જોતા નહિ, કારણ કે હું મૂઢ અને ગમાર છું. આગળના કવિ આગળ હું સાચે જ અજ્ઞાની છું, જેમ સાગર આગળ બિંદુ શું અભિમાન કરે?” વળી આગળ કવિ પોતાની વિનમ્રતા બતાવતાં કહે છે કે, જેમ માતા પિતા આગળ કોઈ બાળક બોલે તેમાં સાચું શું હોય? તેમાં સાર શું હોય? છતાં પણ તેને સહન કરી લે છે. તેમ તમે પણ સહન કરી લેજો. વળી ભણતાં, ગણતાં અને વાંચતાં કવિના (મારા) દોષ જોયા હોય, તો નિર્મળ ચિત્તથી સુધારો, નકામો દોષ આપતાં નહિ.
ઢાલ | ૭૮ || ચોપાઈ || ફોટ દોષ મ દેજ્ય કોય, નરનારી તે સુણયુ સોય / કુડ કલંકતણું ફલ જોય, વસુમતી તે વેશા હોય //૩૬ // શાહાસ્ત્રમાં પૂર્ણ કહ્યા છઇ દોય, ઋષભ કહઈ તે સુણજયુ સોય / એક હંસ બીજો જલ જલુ, જિમ મશરૂ જોડુિં કાંબલો //૩૭ // હંસ સરીખા જે નર હોય, તેહના પગ પૂજે સહુ કોય / ધ્યન જનુની હૈં તે જગી જણ્ય, કવીજન લોકે લેખઈ ગણુ //૩૮// હંસ દૂધ જલમાહથી પીઇ, નીર વ્યદુઓ મુખ્ય નવી દીઇ /. તિમ સુપરખ ગુણ કાઢી લહઈ, પર અવગુણ તે મુખ્ય નવિ કહઈ //૩૯ // જલુ સરીખા જે નર હોય, તેહનું નાંમ મ ટુ કોય / સકલ લોકહાં તે અવગણ્યું, ઋષભ કહઈ નર તે કાંયષ્ણુ //૪૦// જલુ તણી છઈ પરગતી અસી, વંદું રંગત પીઈ ઓહોલસી સખરૂ લોહી મુખ્ય નવી દીઇ, તિમ માઠો નર ગુણ નવી લીઇ //૪૧// જલુ સરીખા જગહા જેહ, અતી અધમાધમ કહીઇ તેહ / પર અવગુણ મુખ્ય બોલઈ સદા, ગુણ નવી ભાખઈ તે મુખ્ય કa //૪ર //