Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
દૂહા ||. કાજ સકલ સીધાં સહી, કરતાં વરત વીચાર /
શ્રી ગુરૂનાંમ પસાઓલઈ, મુઝ ફલીઓ સહઈકાર //પર // કડી નંબર પરમાં કવિએ પોતાનું કાર્ય ગુરુકૃપાથી પૂર્ણ થયું છે, એમ દર્શાવ્યું છે.
કવિ કહે છે કે, આમ ‘વ્રત વિચાર રાસ' રચીને મારાં સર્વ કાર્ય સિદ્ધ થયા છે, શ્રીગુરુના નામની કૃપાથી મારો આંબો ફળીભૂત થયો છે.
ઢાલ | ૮૦ || દેસી. કહUણી કર્ણ // રાગ. ધ્યત્યાસી II સુઝ અંગણિ સહધકાર જ ફલીઓ, શ્રી ગુરૂનાંમ પસાઇજી / જે રષિ મુનિવરમાં અતીમોટો, વીજઇસેનસુરિરાયજી //૫૩ // મુઝ અંગણિ સહિષ્કાર જ ફલીઓ, શ્રી ગુરૂ ચર્ણ પસાઇજી //આંચલી // જેણઈ અકબર નૃપ તણી શભામાં જીત્યુ બાદ વીચારીજી / શઈવ સન્યાસી પંડીત પોઢા, સોય ગયા ત્યાહા હારીજ //પ૪ // મુઝ. જઇજઇકાર હુઓ જિનશાસન, સુરીનાંમ સવાઈ જી. શાહી અકબર મુખ્ય એ થાપ્યું, તો જગમાહિ વડાઈ જી //૫૫ // મુઝ. તાસ પટિ ઊગ્ય એક દીનકર, સીલવંતહાં સુરોજી | વીજયદેવસુરી નાંમ કહાવઈ, ગુણ છગ્રેસે પુરો જી //૫૬ // મુઝ. તપાતણો જેણઈ ગછ અજુઆલુ, લુઘવઇમ્હ સોભાગી જી /
જસ સિરિ ગુરૂ એહેવો જવંતો, પૂણ્યરાશ તસ જાગી જી //પ૭ // મુઝ. ઢાલ – ૮૦ કડી નંબર પરથી પ૭માં કવિ પોતાના ધર્મગુરુ વિજયસેનસૂરિ મહારાજનો તથા તેમના વિશિષ્ટ પ્રભાવનો ઉલ્લેખ કરી, અકબર બાદશાહ દ્વારા તેમને “સવાઈ'નું બિરુદ મળેલું તે ઐતિહાસિક ઘટનાનો નિર્દેશ કરે છે. તેમના શિષ્ય વિજયદેવસૂરિનો પણ નામોલ્લેખ કરીને કવિ એમ સૂચવે છે કે એમના ધર્મસામ્રાજ્યમાં આ રાસ તેમણે રચ્યો છે.
કવિ કહે છે કે, શ્રીગુરુ નામની કૃપાથી મારા આંગણે આંબો ફળીભૂત થયો છે. વિજયસેનસૂરિ મહારાજ કે જે ઋષિ મુનિવરમાં અતિ મોટા છે કે જે અકબર બાદશાહની રાજ્યસભામાં વાદવિવાદમાં જીત્યા હતા અને ત્યાં શૈવ, સંન્યાસી, મોટા પંડિત વગેરે બધાને હરાવ્યા હતાં. આમ જિનશાસનનો જયજયકાર થયો. તેમ જ શાહી અકબર રાજાએ તેમને “સુરિ સવાઈ' નો ખિતાબ આપ્યો અને જગમાં તેમનાં નામનો ડંકો વાગ્યો હતો. તેમની પટ્ટાવલીમાં એક સૂરજ ઉગ્યો કે જે શીલવંતમાં શૂરા હતા. જેમનું નામ ‘વિજયદેવસૂરિ હતું, છત્રીસ ગુણોના ધારક હતા. જેમણે તપગચ્છને ઉજ્વળ કર્યું હતું, આમ લઘુવયમાં જ સૌભાગ્યવાન થયા હતા. કવિ અંતે કહે છે કે, જેના માથે આવા જયવંતા ગુરુની કૃપા હોય તેની પુણ્યરાશિ જાગી ગઈ.