Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ઢાલ ૮૧ | દેસી. હીથ્ય રે હીથ્ય રે હઈઇ હીડોલડો // રાગ. ધ્વન્યાસી // પૂણ્ય પ્રગટ ભયુ, પૂણ્ય પ્રગટ થયું / તો અન્ય મુઝ મત્ય એહ આવી / રાસ રંગ કર્યું, સકલ ભવ હું તર્યુ / પૂણ્ય ની કોઠડી મૂઝહ ફાવી //૫૮ // પૂણ્ય પ્રગટ થયુ. (૨) // આંચલી // સોલ સંવછરિ જાણિ વર્ષ છાસઠ, કાતીઅવદિ દિપક દાઢો / રાસ તવ નીપનો આગમિં ઊપનો, સોય સુણતાં તુમ પૂણ્ય ગાઢો //૫૯// પૂણ્ય. દીપ જબુઆ માહા બેત્ર ભરતિં ભલુ, દસ ગુજરાતિહા સોય વાસ્તુ રાય વીસલ વડો, ઋતુર જે ચાવડો, નગર વિસલ તિણિ વેગ વાસ્તુ //૬૦ // પુણ્ય. સોય નગરિ વસઈ પ્રાગવંસિ વડો, મઈહઈરાજનો સૂત તે સીહ સરીખો તેહ –બાવતિ નગર વાંશિ રહું, નાંમ તસ સંઘવી સાંગણ પેખો //૬૧ // પૂણ્ય. એહન નંદ નિ ઋષભદાસિ કવ્ય, નગર ત્રંબાવતીમાંહિ ગાયુ / પૂણ્ય પૂર્ણ ભયુ કાજ સખરો થયુ, સકલ પદાર્થ સાર પાયુ //૬ ૨ // પૂણ્ય.
અતી શ્રી વરત વીચારરાસ સંપૂર્ણ // સંવત ૧૬૭૯ વર્ષ ચઈત્ર વદિ ૧૩ ગુરૂવારે લખીત
સંઘવી ઋષભદાસ સાંગણ // ગાથા. // ૮૬૨ // ઢાલ – ૮૧ કડી નંબર ૫૮થી ૬૨માં કવિ કલશ સમાન ગીત ગાય છે. તેમાં ૧૬૬૬ વિ. સં. ના કારતક વદી અમાસના દિવસે ત્રંબાવતી નગરમાં આ રાસ રચ્યો હોવાનું જણાવે છે અને પછી પોતાનો પરિચય આપે છે. કવિ કહે છે કે, મારું પુણ્ય પ્રગટ થયું છે, આજે મારું પુણ્ય પ્રગટ થયું છે કે જેથી મારા મનમાં આવી સારી મતિ આવી. જેના કારણે આનંદપૂર્વક આ રાસની રચના કરી હું સકળ ભવ તરી શક્યો છું. આમ મારા પુણ્યની પોટલી સફળ થઈ છે. પછી આગળ કહે છે કે, વિ.સં. ૧૬૬૬ના કારતક વદી અમાસને દિવસે આગમ પ્રમાણે રાસની રચના કરી છે, (રચ્યો છે, કે જે સાંભળવાથી તમારા પુષ્ય વધશે. પોતાનો પરિચય આપતાં કહે છે કે, જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર સારું છે, તેમાં વળી ગુજરાત દેશ વખાણ્યો છે. ત્યાં વિસલરાજા ચાવડા ચતુર અને મોટા છે. તેમણે વિસનગર વસાવ્યું હતું. તે નગરીમાં પ્રાગવંશિનાં વડા વસ્યા હતા કે તે મહિરાજના પુત્ર સિંહ સરખા હતા જે ત્રંબાવતી નગરીમાં આવીને રહ્યા હતા, તેમનું નામ સંઘવી સાંગણ હતું. એમના પુત્ર ઋષભદાસે આ કાવ્ય (રાસ) ત્રંબાવતી નગરીમાં રચ્યો છે. આમ પુણ્યને પ્રતાપે મારું કાર્ય સારું થયું અને મેં સકળ પદાર્થનો સાર મેળવ્યો.
અતી શ્રી વ્રત વિચાર રાસ સંપૂર્ણ | સંવત ૧૬૭૯ વર્ષ ચૈત્ર વદ ૧૩ ગુરુવારે લિપિબદ્ધ કર્યું. લિપિકાર : સંઘવી ઋષભદાસ સાંગણ || ગાથા || ૮૬૨.