Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
સાધ ભલો અનિ સાધવી, શ્રાવક શ્રાવ્યની સોય / શંધ સકલનિં રે પોષતાં, પદવિ તીર્થકર હોય //૧૩ // પાચ અતીચાર જે કહ્યા, તે ટાલુ નર નાર્ય / આહાર અસુઝતો આપતાં, દોષ કહ્યું રે વીચાર્ય /૧૪ // અણદેવા બુધ્ય કારર્ણિ, આહાર અસુઝતો કીધ / ભવિ ભવિ દૂખીઓ તે ભમઈ, કર નવિ ઊચો કીધ /૧૫ // આહાર હતો રે અસુઝતો, તે મમ સુઝતો સાર્ય / અંગિ અતિચાર આવસઈ, પંડીત સોચ વીચાર્ય /૧૬ // વસ્ત હતી રે પોતાતણી, તે કિમ પારકી કીધ /
પારકી ફેડી આપણી, ભાખી મુનિવર દીધ //૧૭ // ઢાલ - ૭૫ કડી નંબર ૧૧થી ૧૭માં કવિએ બારમાં ‘અતિથિ સંવિભાગ' નામના ચોથા શિક્ષા વ્રતનું સ્વરૂપ આલેખ્યું છે. તેમ જ આ વ્રતના પાંચ અતિચાર પણ સમજાવ્યા છે.
કવિ બારમા વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, બારમું વ્રત એવી રીતે પાળવું કે જેમાં મુનિવરોને દાન આપવું. આમ દાન આપીને પછી જે ભોજન કરે છે તેના ઘરે નવેનવ નિધિ હોય.
અતિથિ સંવિભાગ’ વ્રત પણ કરવું કારણ કે પોતાના હાથ વડે જે મુનિને આપીએ છીએ તેના થકી આપણે ઘણાં પ્રકારનાં પુણ્ય મેળવીએ છીએ. વળી સાધુ સાધ્વી તેમ જ શ્રાવક અને શ્રાવિકારૂપે સકળ સંઘની સાર સંભાળ લેવાથી તીર્થંકરની પદવી મળે છે.
આગળ કવિ આ વ્રતના પાંચ અતિચાર સમજાવતાં કહે છે, જે આ વ્રતના પાંચ અતિચાર કહ્યાં છે તે સહુ નર નારીએ ત્યજવા. જેમ કે, આહાર અસુઝતો આપવાથી દોષ થાય એવું કહ્યું છે માટે તે વિચારવું. વળી અણદેવાની અર્થાત્ ન આપવાની બુદ્ધિના કારણે આહાર અશુદ્ધ કર્યો હોય, તેમ જ વહોરાવવા માટે હાથ ઉપર કર્યો ન હોય તો દુઃખી થઈને ભવે ભવે ભમવું પડશે. વળી જે સચેત અશુદ્ધ આહાર હતો તેને શુદ્ધ, અચેત આહાર કરવો નહિ, ગણાવવો નહિ. તેવું કરવાથી અંગે અતિચાર આવે. માટે તે જ્ઞાની પંડિત વિચાર કરજે. તેવી જ રીતે પોતાની વસ્તુ હતી તેને શા માટે બીજાની કહેવી? અને બીજાની વસ્તુને પોતાની કહીને મુનિવરને આપી હોય તો, આમ આ પાંચ * અતિચારનું સેવન કરવાથી દોષ લાગશે.
ઢાલ || ૭૬ II દેસી. વીવાહલાની // બીજો ઊધાર જાણીઈ // એ ઢાલ // વહઈરવા વેલા રે જવ થઈ તવ જઈ ખુણઈ અપસઈ / સલજ વહુ જિમ વણિગની, તે કિમ બાહઈરિ બઈસઈ /૧૮ // અસુર કરી આવ્યું તેડવા, જવ ગયુ આહાર નો કાલું / જે નર ચરીત્ર અસ્યાં કરઈ, તેહનિં પાપ વીસાલુ //૧૯ //