Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
એના પાંચ અતિચાર ટાળવાથી કેટલાંય કાળના કઠણ કર્મ પણ ખપી જાય છે. કવિ સામાયિકની મહત્તા દર્શાવતાં કહે કે, આ દેહ ભલે સોનાનું કોડિયું છે પરન્તુ તેને સામાયિક સાથે સરખાવી શકાય નહિ. કારણ કે જગમાં સામાયિકની થોડીક પણ પુણ્યરાશિ વધી જાય છે. માટે આવું સામાયિક લઈને જરાપણ મન અશુદ્ધ કર્યું હોય તો તેનું એક પણ કામ સીધું થતું નથી.
‘સામાયિક વ્રત’ના અતિચાર સમજાવતાં કવિ કહે છે કે, સાવધ વચન બોલવાં નહિ, શરીરાદિ સ્થિર રાખવાં. વળી હાથ અને પગ પૂંજીને મૂકવાં એવું કહ્યું છે. તેમ જ સામાયિક વ્રત જે કહ્યું છે તે સમયસર લીધું ન હોય અર્થાત્ લઈને વેઠની જેમ, ગમેતેમ પાળ્યું હોય, તો કોઈ પાળવાનું જ ભૂલી જાય, આમ સામાયિકનું બરાબર રીતે પાલન ન કર્યું હોય તેવાં મનુષ્યને રોક્યા છે. તે માટે યાદ કરીને સામાયિક વ્રતના પાંચ અતિચાર પણ ત્યજવા.
ન
દૂહા ||
પાંચ અતીચાર પરીહરો, સાંમાયક સહી રાખ્યું ।
થીર મન વચન કાયા કરી, સાવી વચન મ ભાખ્યુ ।।૮૯ ||
ચ્ચાર સાંમાયક ચીતવો, સમકીત શ્રુત વલી જેહ । દેસવરતી ત્રીજું કહું, સર્વવરતી જગી જેહ ।।૯૦ || સાંમાયક વ્રત પાલતાં, બહું જન પામ્યા માંન । પરત્યગ પેખો કેશરી, લઘુ જેણઈ કેવલન્યાન ||૯૧ ||
સાગરદત સંભારીઇ, કાંમદેવ ગુણવંત । સેઠિ સુદરસણ વંદીઇ, જેણઈ રાખ્યુ થીર અંત ।।૯૨ ||
ચંદ્રવંતસુક રાજીઓ, સાંમાયક વ્રર્ત ધાર ।
ચીત્ર પોહોર થીર થઈ રહ્યુ, કરિ કાઓસગ નીરધાર ।।૯૩ ||
સાંમાયક સ્મુધ પાલતા, સહી લીજઇ તસ નાંમ ।
વ્રત દસમું હવઇ સંભલુ, જિમ સીઝઇ સહી કામ ।।૯૪ ।।
કડી નંબર ૮૯થી ૯૪માં કવિએ સામાયિક વ્રતનાં પાંચ અતિચાર છોડવા તે ઉપદેશ આપીને પછી ચાર પ્રકારની સામાયિક અને આ વ્રતના આરાધકોનું વર્ણન કર્યું છે.
પાંચ અતિચારનો ત્યાગ કરી, સામાયિક શુદ્ધ રાખવી. જેમ કે મન, વચન અને કાયાને સ્થિર રાખવા અને સાવદ્ય વચન પણ બોલવાં નહિ. વળી ચાર સામાયિકનું ચિંતન કરવું જેમ કે સમકિત અને શ્રુત વળી તેમ જ દેશવિરતિ ત્રીજી કહી છે. તો જગમાં સર્વવિરતિ ચોથી છે. સામાયિક વ્રત પાળવાથી ઘણા મનુષ્યો માન પામ્યા છે તેમ જ તરી ગયા છે.
અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, પ્રત્યક્ષ ‘કેશરી’ને જુઓ કે જેણે કેવળજ્ઞાન મેળવ્યું હતું. તેમ જ ‘સાગર દત્ત' પણ યાદ કરો, ગુણવાન ‘કામદેવ’ શ્રાવકને પણ યાદ કરો, તો શેઠ ‘સુદર્શન’ને વંદન કરો કે જેમણે મનને સ્થિર રાખ્યું હતું. તેવી જ રીતે ‘ચંદ્રાવતંસક’ રાજા કે જેમણે