Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
| ત્રુટક ||. શીલવ્રતને ધારણ કરવાથી જૂનાં કઠણકર્મ પણ નાશ પામે છે. આવી રીતે મન, વચન અને કાયા નિર્મળ અને શુદ્ધ કરી સંસારરૂપી સાગર તરો. આગળ નર, નારી અને મુનિવરોએ શીલવ્રત આદર્યું હતું, તે મહાપુરુષોના નામ લેવાથી જાણે મારું મન આનંદ પામે છે.
જ અહીં કવિ શીલવંત સુદર્શન શેઠનું દષ્ટાંત આપતાં કહે છે કે, સુદર્શન શેઠે ચોથું વ્રત અંગીકાર કર્યું હતું. એકવાર રાજાની પટ્ટરાણીએ શેઠને પ્રેમવચનો કહ્યાં પરંતુ અપ્સરા જેવી રાણીને જોઈને પણ તેમનું મન સ્થિર રહ્યું. જીવ જશે એવું જાણીને પણ શીલવ્રતથી ચૂક્યા નહિ.
|
|| ગુટક || જીવ જશે તે છતાં શેઠ વ્રતથી ચૂક્યા નહિ, આથી રાણીને બહુ રીસ ચડી અને મોટા અવાજે બૂમાબૂમ કરી. સેવકોએ આવીને તરત જ શેઠને બાંધ્યા. ત્યારે રાજાએ શેઠને કહ્યું, “તમે સાચેસાચું બોલશો તો શૂળી નહિ આપું.” પરંતુ એ શીલના મહિમા થકી શૂળી સિંહાસન થઈ ગઈ.
તેવી જ રીતે શ્રી સ્થૂલિભદ્ર મુનિવર મોટા યતિ થઈ ગયા. જલદી શુભમતિ પ્રાપ્ત કરનાર એવા જંબૂસ્વામીને વંદન કરો. વળી ધન્ના અને શાલિભદ્રને પણ બત્રીસ બત્રીસ સ્ત્રીઓ હોવા છતાં મૂકી દીધી. એવી રીતે પાંચસો સ્ત્રીઓનો પતિ કે જે નરનાયક ગણાયો.
પાંચસો સ્ત્રીઓના પતિ કે જેનું નામ શિવકુમાર હતું. તેમના ભાવ ચારિત્ર થકી તેમને વંદન કરો કે જેઓ શીલવ્રતમાં અડગ રહ્યા હતા. તેથી કેટલાંય કર્મનો ક્ષય કરીને પાંચમા દેવલોકમાં ગયા. આમ જેમણે સાચું શિયળ વ્રત પાળ્યું છે, તેમના નામ જગમાં વિસ્તર્યા છે. (ખ્યાતિ પામ્યાં છે.)
નામ તે જગપ્પા વીસતર્યા, આગિ વલી અનેક /
સો મુનીવર નીત્ય વંદીઇ, સીલ ન ખંડ્ય રેખ //૪ર // કડી નંબર ૪૨માં કવિ જેમણે શીલખંડન કર્યું નથી એવાં મુનિવરોને વંદન કરવાનું કહે છે.
આગળ પણ અનેક મહાપુરુષો થઈ ગયા છે કે તેમનાં નામ જગમાં ખ્યાતિ પામ્યાં છે. તે મુનિવરોને નિત્ય વંદન કરવા કે જેમણે જરાપણ શીલખંડન કર્યું નથી.
ઢાલ || (૫૭-ક) || દેસી. એણી પરિ રાય કરતા રે // રાગ. ગોડી // ગતમ મેઘકુમાર રે, વલી વછ થાવ છો , વહઇર સ્વામ્યનિ પાએ નમુ એ //૪૩ // ભરત બાહબલ દોય રે, અભયકુમારસુ / ઢંઢણ મુનીવર વંદીઇ એ //૪૪ // શરીઓ અતીસુકમાલ રે, વંદૂ અઈમતો / નાગદત સીલિં રહ્યું એ //૪૫ //