Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
વખાણ્યાં હોય તો ચોખ્ખું મન પણ વિચલિત થઈ જાય છે. જેમ કે મોઢામાં લીબું મૂકવાની વાત ક્યાંય મળતી નથી કારણ કે લીબુથી દાઢ ગળી જાય અર્થાત્ મોઢામાં પાણી આવે છે.
આઠમ, પાંખી અને પૂનમને જાણવી કારણ કે આ દિવસો શુભકરણીની ખાણ છે. માટે આ દિવસોમાં શિયળ પાળવું. કારણ કે ભોગ કરવાથી ઘણું પાપ થાય છે. માટે બુદ્ધિમાં વિચારી જોજો કે શીલ જેવાં બીજા કોઈ પચ્ચખાણ નથી.
- અહીં કવિ સ્થૂલિભદ્રનું દષ્ટાંત આપતા કહે છે કે, લાછલદેના પુત્રએ પણ આ વ્રત ગ્રહણ કર્યું હતું, જેના થકી ધૂલિભદ્રનું નામ રહ્યું.
યુલિન્દ્ર મુનીવર વડો, સિર વહી જિનવર આંણ /
હવઇ સુણયુ વ્રત પાંચમું, જે પરિગ્રહઈ પરિમાણ //૬૧ //. કડી નંબર ૬૩માં કવિએ પાંચમા વ્રત પરિગ્રહ પરિમાણ’ની વાત કરી છે.
મોટા મુનિવર સ્થૂલિભદ્રએ પણ જિન ભગવંતની આજ્ઞા શિરોમાન્ય કરી હતી અને હવે પાંચમું વ્રત સાંભળો કે જે “પરિગ્રહ-પરિમાણ વ્રત છે.
ઢાલા ૫૯ | ચોપાઈ | પાંચમાં વરતિ ચોખું ધ્યાન, સકલ વસ્તનું કીજઈ માંન / અતિ વિષ્ણા મનિ વારો લોભ, એહ થકી બહુ પાંખ્યા ખોભ //૬ર// નવઇ નંદ તે ક્યપી હુઆ, મુમણ શેઠિ ધન મેલી મુંઆ / સાગર સેઠિ સાગર માહા ગયો, જો જગી સબલો લોભી થયું //૬૩ // ધન સંધ્યાનું મોટું પાપ, ઊપરિ થાઈશ ફણધર સાપ / ઊદર ધસંતો હડિશ આ૫, ઊદ્યરનિં કરતો સંતાપ //૬૪ // તે ધન પરિસરછા કસી ખાઓ ખરચો મનિ હોલસી / ધન વૈવન યમ પીપલ પાન, ચેતો ચંચલ ગજનો કાંન //૬ ૫ // તે માટઇ મુછ મમ મંડચ, અતિ ત્રીષ્ણા આતમથી કંડચ | આગઈ અનરથ હુઓ ઘણો, તે મહીમા છઈ પરિગ્રહઈ તણો //૬૬ // ભરત બાહુબલ ઝગડો કર્યું તો તેહનો અપજસ વીસ્તર્યું / કનકરર્થિ નીજ મારૂં પૂત્ર, જાણું લેસઈ મુઝ પરસુર //૬૭ // લોભ લ િસુર પૂરી કુમાર, હણ્ય પિતા તેણઈ નીરધાર / રત્ન તણો વલી લીધો હાર, ન કો બીજો કસ્યુ વીચાર //૬૮ //
શ્રેણિક સરીખો રાજ જેહ, પરિગ્રહઇથી દૂખ પામ્યુ તેહ / કોણી રાજ લોભી થયુ, પીતા હણીનિં નરગિં ગયું. //૬૯ //