Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ઢાલ – પર કડી નંબર ૫૬થી ૬૩માં કવિએ ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ અણુવ્રતને સમજાવ્યું છે. ચોરી કેવું મહાપાપ છે અને તે કરવાથી કેવી હાનિ થાય છે, તેનું વર્ણન સદષ્ટાંત સમજાવ્યું છે.
કવિ ત્રીજા વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, “સ્થૂલ અદત્તાદાન વિરમણ' ત્રીજું વ્રત એવી રીતે પાળવું જેમ કે રસ્તે જતા પથિકને લૂંટવા નહિ, તારામાં બુદ્ધિ હોય તો આવાં કામો કરવા નહિ. વળી પરઘરમાં રાત્રે ખાતર પાડીને ધન લેવું નહિ, નગર અને શહેર બાળવા નહિ, નગર ઉપર આક્રમણ કરવું નહિ, ધાડ પાડવી નહિ. તેમ જ દુષ્ટ હૈયે ચોરીચપાટીનો વિચાર પણ કરવો નહિ. જે પરધનને કાદવ સમાન ગણે છે, તે નર મોક્ષદ્વારને મેળવે છે.
અહીં કવિ આગમિક દષ્ટાંતો આપતાં કહે છે કે, જેમ જગમાં લોહખુર નામનો ચોર પરધન ચોરવા થકી દુ:ખ પામ્યો તેમ જ આવા કઠોર કર્મ કરવાથી તેને શૂળીની સજા થઈ. વળી મંડુક ચોરે ચોરીનાં કામો કરી પરધન મેળવ્યું હતું, તેથી તે અતિ દુઃખ પામ્યો. તેમ જ મૂલદેવ રાજાએ તેને મારી નાંખ્યો. વળી આગળ કહે છે કે, ભૂમિ ઉપર પડેલું ધન લેવું નહિ તેમ જ તેને આંખોથી પણ જોવું નહિ. જેમ કે મુનિ મેતારજ લીધા વગર દુઃખ પામ્યા હતા. આમ આપ્યા વગરનું કાંઈ પણ લેવું નહિ, લેવાથી પાપ થાય એવું સમજ. પર નાનો પથ્થર લેવાથી પણ પુણ્યની હાનિ થાય.
કવિ પરશાસનના પાંચસો શિષ્યનું દષ્ટાંત આપતાં કહે છે કે, પરશાસનમાં પાંચસો તાપસ હતા. આ તાપસો જળાશયના કાંઠે ઊભા હતા અને પાણી પીધા વગર જ જગમાં શમી ગયા (કાળધર્મ પામ્યા.) પરન્તુ તેમણે આજ્ઞા ઓળંગી નહિ. આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહિ.
દૂહા || સોયે ઊiઠ જ નવિ હવા, સમજીયા શાસ્ત્ર જ મર્મ /. અણદિધુ જલ નવિ લીલું રાખ્યો તાપસ ધર્મ //૬૪ / તો કિમ આપણ લિજીઇ, પર કેરું વલી ધન / પરભ દેવું તેહનિ, સુણજ્યુ જ સરિ કંન //૬૫ // પરધન લેતાં સોહેલ, ભોગવતાં દૂખ હોય / જો જાંણો તો ચેતવ્યું, છલ મમ મયુ કોય //૬૬ // પરધન લેઈ એક નરા, કરતા અમૃત આહાર / પરભાવિ ભંસા ખર થઈ, સિર વહઇસઈ બહુભાર //૬ ૭ // સાલિ દાલિ ધ્રત ઘોલથી, વિષ્ણુ પિધે તે ખાસ /
પણિ પરધન નવિ લીજીઇ, દિણ તણો જગિ દાસ //૬૮ // કડી નંબર ૬૪થી ૬૮માં કવિએ ચોરી દ્વારા મેળવેલા ધનથી અત્યારે ભલે લીલાલહેર વર્તતી હોય, પણ કાલાંતરે પાડો કે ગધેડા થઈને તેનું દેણું ચૂકવવું પડશે. આ વાત વેધક શબ્દોમાં આલેખી છે અને પરધનને વિષ સાથે સરખાવ્યું છે.