Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
તે મુરિખનું કસ્યુ વખાંણ, જેણઇ નવી કીધુ વચન પ્રમાંણ । તે જનનિ ઇ કાં જંગી જપ્યુ, સકલ લોકમ્હા જે અવગુણ્ય ।।૪૦।।
તેહનું કોય મ લેખ્યુ નાંમ, બોલો સતવાદી ગુણગ્રાંમ । સતવાદિ ધરિ મંગલ ચ્યાર ||૪૧ ||
સત વચન ઊર્ફે નહી સાર,
સતવાદી નિ સહુ કો નમઇ, સતવાદીનું બોલ્યુ ગમઇ । સતવાદિ દૂરગતિ નવિ ભમઇ, સતવાદિ તે સીવપુરિ રમઇ ।।૪૨।।
સતવાદી જેણઇ નગરિ વસઇ, નગરલોક તિ હરબિં હસઇ ।
ઢાલ
તેણઇ નગરિ નહી દૂત દૂકાલ, વરસઇ મેઘ નિં હોય સગાલ ।।૪૩|| ૫૦ કડી નંબર ૨૬થી ૪૩માં કવિએ બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ નામના અણુવ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. પાંચ મોટા જૂઠનો આ વ્રત લેનાર માટે સદંતર નિષેધ કહ્યો છે. તે ઉપરાંત જૂઠું બોલવાનાં ફળ તેમ જ સત્ય બોલનારાઓનું સદષ્ટાંત રોચક વર્ણન કર્યું છે.
બીજા વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે, વ્રત બીજામાં અસત્ય વચનનો ત્યાગ કરો તેમ જ મોટા પાંચ જૂઠાણાંની પ્રતિજ્ઞા લો. જેમ કે, કન્યા સંબંધી, ભૂમિ સંબંધી, ગાય સંબંધી જે જૂઠું બોલે છે તે દુર્ગતિમાં જાય છે. થાપણ ઓળવવા સંબંધી, તેમ જ ખોટી સાક્ષી આપવા સંબંધી જૂઠાં વચન મુખમાંથી બોલવાં નહિ, જૂઠું બોલવાથી સુખ કેવી રીતે મળે, જૂઠું બોલવાથી કોઈને પણ કશું મળતું નથી જેમ કે જૂઠું બોલવાથી લાજ જાય, કામ પણ બગડી જાય. વળી જૂઠું બોલવાથી મૂર્ખ થાય તેમ જ દુર્ગતિમાં જાય. જૂઠું બોલવાથી ચારે ગતિમાં ભમવું પડે, દુર્ગતિ નારી સાથે રહેવું પડે. આવી રીતે અનંતકાળ પસાર કરવો પડે અને પોતાના આત્માને દુઃખ ભોગવવું પડે.
અસત્યપણું મોટું પાપ છે, તું કારણ વગર મનમાં ઉદ્વેગ કરે છે. જ્યાં સુધી મુખમાંથી અસત્ય વાણીને છોડી નથી ત્યાં સુધી જગમાં દાન, શીલ, તપ, જપ વગેરે બધું શું કામનું? નકામું છે. વળી અસત્ય બોલવાથી મુખમાં રોગ થાય, તેમ જ ઈન્દ્રિયનો સંયોગ દુર્લભ થાય. જેમ કે લૂલો, ઠુંઠો અને પાંગળો, વળી મૃષા થકી આંધળો પણ થાય.
અહીં કવિ જૈન તેમ જ અન્ય દર્શનમાં થયેલાં સત્યવાદીઓનાં દૃષ્ટાંત આપી સત્યવચનનો મહિમા દર્શાવે છે. જેમ કે કાલિકાચાર્ય સત્યવાદીનું નામ લેવું તેમ જ તેમના ગુણગાન આનંદથી બોલવાં કે જેમણે યજ્ઞનું ફળ નરક જ કહ્યું, આવાં સત્યવચન રાજાને કહ્યાં હતાં. તેવી જ રીતે સતી સીતા, સત્યવાદી રામ, યુધિષ્ઠિર રાજા કે જેમણે જગમાં પોતાનું નામ રાખ્યું. તેવી જ રીતે પરશાસનમાં ‘હરીશચંદ્ર' સત્યવાદી કહેવાય છે. તેઓ પોતાના વચનમાં અડગ રહ્યા હતા. તેમણે ચંડાળના ઘરમાં પાણી ભર્યું છતાં ધૈર્યવાન એવાં એ વચનથી ચૂક્યાં નહિ. તેથી તેમની કીર્તિ ચારે તરફ ફેલાણી. આમ તેઓ કસોટીથી હાર્યા નહિ, પણ કસોટીને જીતીને જીવ્યા.
તેવી જ રીતે શૈવ શાસનમાં બંગાલશા નામે એક શેઠ હતા. તેમનો પુત્ર શેઠ સગાળશા હતો. તેમની ઘરવાળીનું નામ અંગોમતી હતું. જગમાં તે બન્ને જણ સત્યવાદી હતાં. તે બન્નેની વાત તમે
=> ૧૫૪
>