Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ધન કારણિ નર વેધીઆ, દીઈ કાતડી કંઠ રે, ઊલહિં રે / પાપ કર્મ એહવાં કીએ ||૮૨ // એક નર ક્રોધી અતી ઘણું, નર જલમાંહ ઈં બોલઈ રે, રોલઈ રે / તેણઈ આપ જીવનિ ભવ ઘણા એ //૮૩ // એક નર અગ્યને લગડતા, નર પશુઅનઈ બાલઈ રે, ટાલઈ રે | સુભ સ્માતા તેણઈ વેગલી એ //૮૪ // એક નર નરનિ સાઢસઈ, વલી ચુટતા દીસઈ, પીસઈ રે / દંત ઘણું ઊપરિ રહ્યા એ ૮૪ // જિન કહઈ તે કિમ છુટસઈ, ગતિ ચ્યારે મા ભમતા રે, ગમતા રે /
કાલ અનંતો અતી દૂનૅિ એ //૮૫ // ઢાલ - ૪૫ કડી નંબર ૮૧થી ૮૫માં કવિએ પોતાના આનંદ માટે પાપી મનુષ્યો કેવા પ્રકારથી જીવોનો વધ કરે છે તેમ જ તેનું ફળ શું મળે તે વાત દર્શાવી છે.
કવિ કહે છે કે, પૂર્વે અર્જિત કરેલાં કર્મોથી તેમ જ પર પ્રાણીઓનો ઘાત કરવાથી પાપ કર્મ ભેગાં થાય છે, પાપ કર્મોનું બંધન થાય છે. જેમ કે જે માનવ ધન માટે જીવોની મનુષ્યોની હત્યા કરે છે તેમ જ તેમને ઊંધાં કરીને ગળા ઉપર કરવત મૂકે છે. આવાં ઘોર પાપ કર્મો કરે છે. તો કોઈ મનુષ્ય અતિ ક્રોધી હોવાથી પર પ્રાણીને પાણીમાં ડૂબાવે છે, રગદોળે છે. (નષ્ટ કરે છે.) તેના કારણે તે પોતાના ઘણાં ભવો વધારે છે. તો વળી કોઈ પુરુષ આગ લગાડીને પશુ તેમ જ મનુષ્યને બાળીને તેનો નાશ કરે છે, આમ કરવાથી તેના શુભ કર્મ દૂર થઈ જાય છે. તો વળી કોઈ પુરુષ માણસને સાણસીથી પકડીને ચીંટવા ભરે છે તેમ જ જોરથી દબાવે છે આમ દબાવાના કારણે દાંતા ઊપસી આવે છે. જિનવર ભગવંતો કહે છે કે આવા દુષ્કર્મ કરવાથી તેઓ કેવી રીતે છૂટશે? ચારે ગતિમાં ભમવું પડશે, રહેવું પડશે. આમ અનંત કાળ સુધી અતિ દુઃખ પામશે.
દૂહા || અતી દૂખીઓ દૂરગતી ભમઈ સાતે નરગે વાસ/
જીવ હણઈ નર જે વલી, સુખ કિમ હોઈ તાસ //૮૬ // કડી નંબર ૮૬માં જે જીવ હિંસા કરે છે તેને સાતે નરકમાં જવું પડે છે. એ વાત કવિએ • દર્શાવી છે.
જે મનુષ્ય જીવહિંસા કરે છે, તેઓ અતિ દુઃખી થઈને દુર્ગતિમાં ભમે છે તેમ જ સાતે નરકમાં જાય છે. તેમને સુખ કેવી રીતે મળે?
ઢાલ || ૪૬ . દેસી. પ્રણમી તુમ સીમંધર જી // જીવ તણો વધ જે કરઈ છે, તે નવી જાંણઈ રે ધર્મ / પાંચઈ અંદ્રી પોષવા જી, કરતો ઘોર કુકર્મ //૮૭ //