Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
દુઃખવિપાકમાં આપેલ “મૃગાપુત્ર કથાનક'ના આધારે મૃગાપુત્ર લોઢિયાનો પ્રસંગ વર્ણવ્યો છે. હિંસા કરનારને પરભવમાં કેવું દુ:ખ મળે છે, આ વાત કથાનકને આધારે સમજાવી છે.
બીજાના દેહને પીડા આપવાથી, દુ:ખ આપવાથી પોતે સુખી કેવી રીતે થાય? કવિ ‘અકખાઈ રાઠોડ (ખત્રી?)નું દષ્ટાંત આપતાં કહે છે કે, અકખાઈ રાઠોડ જીવહિંસા કરીને સાતે નરક સુધી જશે. માટે હે ભાગ્યવાન! તું તત્ત્વનો વિચાર કરજે કે, પર પ્રાણીને દુઃખ આપવું તેમ જ તેનો વધ કરવો એ ઉત્તમ આચાર નથી.
ધનપતિ નામના રાજાને “અકખાઈ” નામનો એક સેવક હતો. તે પાંચસો ગામનો અધિપતિ હતો પરંતુ તેનાં કામો ચોર જેવાં હતાં. વનમાં પંખીઓ મારીને અઘોર કુકર્મ કરતો હતો. વળી તે ઘણાં આકરાં કરોથી લોકોને પીડતો હતો તેમ જ કાન, નાક, નેત્ર વગેરે લોકોની ઈન્દ્રિયો છેદીને હેરાન કરતો હતો. જેને કારણે તે પરભવમાં દુ:ખી થયો તેમ જ અંગ-કુસંગને મેળવ્યાં.
જગમાં મૃગાવતી નામની રાણીના કૂખે તે લોઢિયા પુત્ર રૂપે અવતર્યો. કે જે ઈન્દ્રિય અને આકાર વગરનો માંસના લોચારૂપે પગ વગરનો, હાથ વગરની કાયા વાળો તેમ જ કાન, નેત્ર, નાસિકા, પેટ, પીઠ આદિ ઉપાંગ વગરનો જમ્યો. રોમ આહાર આળોટીને, સૂઈને લેતો હતો. તેની કાયામાંથી અતિ દુર્ગંધ આવતી હતી. આમ અશુભ કર્મના બંધને કારણે તે પૂર્વનાં કર્મ ભોગવતો હતો.
અંતે કવિ કહે છે કે, માટે સહુ કોઈ સાંભળો! દયા વગર ધર્મ ન હોય. મનમાં કરુણા રાખીને કુકર્મને ત્યજવા.
દૂહા | કર્મ કુકર્મ ન કીજીઈ, કીધિ કિમ સુખ હોય /
જેણઈ હંશા હરખિં કરી, નરગિં રમ્યા નર સોય /૧૭ // સો. કડી નંબર ૧૭માં કવિ જે કર્મ કુકર્મ હસીને બાંધે છે, તેનાં ફળ રૂપે તે નરકમાં જાય છે, આ વાતનું આલેખન કરે છે.
કર્મ અને કુકર્મ કરવાં નહિ, આવા કર્મો કરવાથી સુખ કેવી રીતે મળે? વળી જે આનંદિત થઈને હિંસા કરે છે તે માનવ નરકમાં જાય છે.
ઢાલ ૪૯ || ચોપાઈ છે. સહઈ જિં જે કરતા તાપણું, પૂણ્ય પરજલઈ છઈ આપણું / સિરિ વાહઈ છઈ જે કાંકચ્યું, પૂણ્ય પાલિથી તે નર ખસ્યું //૧૮ // માંકણ નિં તાવડી નાખસઈ, તે નરનારી દૂખી થઈં / વીછી છાંણ લઇ ચાંપસઈ, દૂખ અંતાં સુખ કિમ હસઇ //૧૯ // ચાંચણ જઅ બગાઈ જેહ, ચાંપ્યાં માર્યા દૂહુવ્યાં તેહ / કીડી મંકોડા ઊગાય, ઈડાં ફોડી પંડિમ ભાય //ર0 // મંકોડા મારિ ધીમેલિ, લિખ કાતરા નિ ચુડેલ / દાદૂર ઊધઈ નિ મસો, મારી નિં કાં દૂરગતિ વસ્તુ //ર ૧ //