Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
તેના અનુસંગે માનવ ભવની મહત્તા દર્શાવીને શ્રાવકધર્મરૂપી બાર વ્રતનું આલેખન કર્યું છે.
૧) સ્થલ પ્રાણાતિપાત વિરમણ વ્રત :- પ્રથમ અણુવ્રત વ્રત સમજાવતાં કહ્યું છે કે, ત્રસ જીવની હિંસા કરવી નહિ, આરંભ-સમારંભમાં જયણા રાખવી. જીવોની જતના માટે દશ જગ્યાએ ચંદરવા બાંધવા, અણગળ પાણી વાપરવું નહિ. રોજિંદા કાર્યમાં થતી હિંસામાં સાવધાની રાખવી. રાત્રિભોજનનો ત્યાગ કરવો વગેરે જૈન દર્શનના મૌલિક સિદ્ધાંતો આલેખી આગમિક સદષ્ટાંતો દ્વારા જીવદયાનો મર્મ દર્શાવ્યો છે. તેમ જ પ્રથમ વ્રતના પાંચ અતિચારનું આલેખન કર્યું છે.
૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત :- બીજા અણુવ્રતને સમજાવતાં કહ્યું છે કે, જૂઠું બોલવું નહિ. જેમ કે મોટાં પાંચ જૂઠ – કન્યા, ગાય, ભૂમિ, થાપણ અને સાક્ષી સંબંધી ખોટું બોલવું નહિ. જૂઠું બોલવાથી આલોક અને પરલોકમાં દુર્ગતિ મળે તેનું વર્ણન કરી આ વ્રતના પાંચ અતિચાર બતાવી તેને ત્યજવાનો ઉપદેશ આપ્યો છે.
૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત :- ત્રીજા વ્રતમાં પારકું ધન લેવું નહિ, ખાતર પાડવું નહિ કોઈને લૂંટવા નહિ તેમ જ ધાડ પાડવી નહિ વગેરે બોધ આપીને અણહક્કનું લેવાથી તેનું લેણું બીજા ભવમાં પણ ચૂકવવું પડે છે તે વાતનું સરસ આલેખન કરી સાથે સાથે આ વ્રતના પાંચ અતિચાર દર્શાવ્યા છે.
૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત :- ચોથા વ્રતમાં બ્રહ્મચર્ય વ્રતને અનેક વસ્તુઓની સાથે સરખાવી શ્રેષ્ઠ દર્શાવ્યો છે. તેમ જ શીલવંત મહાપુરુષો અને શીલવંતી નારીઓનાં દષ્ટાંતો આલેખ્યાં છે. આ વ્રતના પાંચ અતિચાર દર્શાવી તેને ત્યજવાનો બોધ આપ્યો છે.
૫) પરિગ્રહ પરિમાણ વ્રત :- આ વ્રતમાં ધન, ધાન્ય, ક્ષેત્ર, વસ્તુ આદિ અનેક જાતના પરિગ્રહ ગણાવી તેના ઉપર મૂચ્છ કરવી નહિ તેમ જ દરેક પદાર્થનું પ્રમાણ કરવું અને તેના અતિચાર સમજીને છોડવાં તે સદષ્ટાંત આલેખ્યું છે.
૬) દિશા પરિમાણ વ્રત :- આ વ્રતમાં દશે દિશાનું પ્રમાણ કરવું તેમ જ તેના પાંચ અતિચાર જાણીને ત્યજવા. ધ્યાનપૂર્વક આ વ્રતને પાળવું, એવો બોધ આપ્યો છે.
૭) ભોગપભોગ પરિમાણ વ્રત - આ વ્રતમાં ભોગ-ઉપભોગની વસ્તુની મર્યાદા કરવી. નિત્ય ચૌદ નિયમ લેવા, ભઠ્ય-અભક્ષ્ય વસ્તુને ત્યાજ્ય ગણવી, પંદર કવણજનો ત્યાગ કરવો તેમ જ તેના પાંચ અતિચારનું સેવન કરવું નહિ. આ વાતનું આલેખન કર્યું છે.
૮) અનર્થ દંડ વિરમણ વ્રત :- નાટક, ચેટક, પાખંડ, શેતરંજબાજી, જુગાર વગેરે રમવા . નહિ પાપોપદેશ આપવો નહિ, બીજાને પાપોકરણ, અગ્નિ વગેરે આપવા નહિ, પોતાનો આત્મા વગર કારણે પાપથી દંડાય તેવાં કાર્યો કરવા નહિ વગેરેનું આલેખન કરી, આ વ્રતના પાંચ અતિચાર આલેખી તેને ત્યજવાનો બોધ આપ્યો છે.
૯) સામાયિક વ્રત :- સામાયિક વ્રતની મહત્તા દર્શાવી તેને શુદ્ધતાપૂર્વક ગ્રહણ કરવી અને તેના પાંચ અતિચાર સમજીને ટાળવા. આ વાત સદષ્ટાંત આલેખી છે.
૧૦) દેશાવગાસિક વત :- આ વ્રતમાં છઠ્ઠા તથા બીજા વ્રતોના નિયમોનો સંક્ષેપ કરવો તેમ જ તેના પાંચ અતિચાર ટાળવા તે સમજાવ્યું છે.
૧૧) પૌષધવ્રત :- આ વ્રતમાં ‘પૌષધવ્રતનું મહત્ત્વ સમજાવી તેની વિધિ તેમ જ તેના