Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
સુધી હોય. પ્રભુના નખ, કેશ અને રોમ વધતાં નથી. ક્રોડ દેવતાઓ ત્યાં આવીને આનંદ પામે છે. તેમ જ ઈન્દ્રિયને અનુકૂળ હોય તેવી રીતે છએ ઋતુ સુખસ્પર્શ રૂપે હોય છે. આમ પ્રભુનાં ચોત્રીસ અતિશયોનું મનમાં મનન કરવાથી ઘણી સંપત્તિ મળે છે.
દૂહા ||. સંપઈ સુખ બહુ પામીઇ, ધન કણ કંચન હાટ /
તે જિન કાં નવિ સમરી છે, જેણઈ મદ જીત્યા આઠ //૬૬ // કડી નંબર ૬૬માં કવિ આઠ મદ વિજેતા એવા જિનવરનું સ્મરણ કરવાનું કહે છે.
સંપથી બહુ સુખ મળે. જેમ કે ધન, ધાન્ય, સોનું, દુકાન વગેરે. તો જેમણે આઠે મદ જીતી લીધાં છે એવા જિનવરનું કેમ ન સ્મરણ કરીએ?
ઢાલ || ૮ || દેસી. નંદનકુ ત્રીસલા હુલાવઈ // આઠઈ મદ જે મેગલ સરીખા, જિન જીપી જિન વારાં રે માન થકી ગતિ લહીઇ નીચી, પંડીત આપ વીચારઇ રે //૬૭ // આઠઈ મદ જે મેગલ સરીખા. આંચલી. // જાતિ ગર્વ નવિ કીજઈ ભાઈ લાભ તણો મદ તંજીઈ રે | ઊંચ કુલાનું ગાન કરતાં, નીચ કુલાં જઈ ભજીઈ રે //૬૮ // આઠઈ પ્રભુતા નિ એ બલમદ વારો, રૂપમાંન એકમન્નો રે / સનત કુમાર જુઓ જગી ચક્રવંઈ, અંગિ રોગ ઊપનો રે //૬૯ // આઠઈ તપમદ કરતાં પૂગ્ય પલાઈ, ઋતમંદ મર્યાખ થઈ છે રે |
કહઈ જિનરાજ સુણો રે લોગા, ચોખાં ઢંતિ રહી રે //છ0 // આઠઈ કવિ ઢાલ - ૮ કડી નંબર ૬૦થી ૭૦માં જિનવરે જીતેલાં આઠ મદનાં નામનો ઉલ્લેખ કરે છે. તેમ જ વાચક વર્ગને તે મદ ત્યજવાનો ઉપદેશ આપે છે.
કવિ આઠ મદને હાથીની ઉપમા આપતાં કહે છે કે, હાથી સરખા આઠ મદને જિનવરે જીતીને વશ કરી લીધાં છે. જેમ કે, (૧) અભિમાન કરવાથી નીચી ગતિ મળે, માટે જ્ઞાની પુરુષ એ તું વિચારી જો. આઠે મદ જે હાથી સરખા છે. આંચલી. (૨) જાતિ-ગર્વ કરવો નહિ. (૩) લાભનો મદ પણ છોડવો. (૪) ઊંચા કુળનું અભિમાન કરવાથી નીચા કુળમાં જઈને જન્મ લેવો પડે. (૫) પ્રભુતા અને બળનું મદ પણ ન કરવું. સનતકુમાર ચક્રવર્તીનું દષ્ટાંત આપતાં કહે છે કે, (૬) મનમાં એક રૂપનું અભિમાન કરવાથી જુઓ ચક્રવર્તી સનતકુમારને પણ અંગમાં રોગ ઉત્પન્ન થયા. (૭) તપ મદ કરવાથી પુણ્ય નાશ પામે છે. અને (૮) શ્રત મદ કરવાથી પૂર્ણ થવાય. આવું જિનભગવંતો કહે છે તે તમે સાંભળો. માટે હંમેશાં નિર્મળ મનથી (હૃદયથી) રહેવું.