Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કવિ ગુરુનો મહિમા બતાવતાં કહે છે કે, જેમ જળ વિના ખેતી ઊપજે નહિ તેમ ગુરુ વિના જ્ઞાન આવે નહિ અને ભાવ વગરની ભક્તિ ન હોય. માટે આ વાત હૃદયમાં વિચારી જો.
ઢાલ|| ૨૯
દેસી. રાગ. સાયંગ ।।
ગુરૂ વિરહી મન લાગીઓ, તે કિમ પાંમઇ પાર રે । થીવર યતીયન કલપનો, કીધો એક આચાર રે ।।૩૩ //
ગુરૂ વિરહી મન લાગીઓ આંચલી ।।
અવગુણ આપ ન આખતા, દેખઇ મુન્યના દોષ રે । કુમતિ પડ્યા નર બાપડા, કરતા પાતિગ પોષ રે ।।૩૪ ।। ગુરૂ
પંચનીગ્રંથિં એમ હ્યુ, શ્રીભગવતી નિં ઠાંણાંગ રે । સંયમ ષથાનિક થઉં, સમઝો સહુ નિ રંગ રે ।।૩૫।। ગુરૂ
અનંતગુણે જે આગલા, અનંતગુણે જે હીણ રે । જિન કહઇ બહુ સંયમી, મુઢ કરઇ મતિ ખીણ રે ।।૩૬ ।। ગુરૂ
તવ તસ મતનો બોલીઓ, આગઇ મુનીવર સાર રે । તે સરીખાં હવડાં નહી, નહી ઊતકષ્ટો આચાર રે ।।૩૭।। ગુરૂ
પ્રથવી પાંણિ અગ્યનાં, તેજ ઘટ્યું એણઈ કાલ્ય રે
તોહઈ કાજ તેહથી સરઇ, ગંહું ઠામિ ન આવઇ સાલિ રે ।।૩૮ ।। ગુરૂ
દૂપસો આચાર્ય લગિં શાસન હોસઈ સાર રે
પ્રવચન વિન તે નવી રહઈ તેહનો મુની આધાર રે ।।૩૯ ।। ગુરૂ
ઢાલ – ૨૯ કડી નંબર ૩૩થી ૩૯માં કવિએ ગુરુનો મહિમા દર્શાવવા આજે (ગુરુ) મુનિ નથી અથવા છે તો શુદ્ધ, નિર્દોષ નથી. એ મતનું નિરાકરણ કર્યું છે.
ગુરુનો મહિમા આલેખતાં કહે છે કે, ગુરુના વિરહમાં મન લાગ્યું છે તેમનાં વગર પાર કેવી રીતે ઊતરશું. આગમ ગ્રંથોમાં પણ સ્થવિર, યતિ, જિનકલ્પનો આધાર બતાવ્યો છે. જે પોતાના અવગુણ જોતાં નથી પરંતુ મુનિનાં દોષ જુએ છે તે નર કુમતિમાં પડે છે અને પાપને પોષે છે. આગમ ગ્રંથો ‘શ્રી ભગવતી સૂત્ર’ અને ‘શ્રી ઠાણાંગ’માં પાંચ પ્રકારના નિગ્રંથો બતાવ્યા છે અને સંયમ છઠ્ઠ સ્થાને થયો કહેવાય. માટે સહુ મનમાં તે સમજો. આગળ જે અનંત ગુણવાળા હતા, તેમ જ જે અનંતગુણે હીણ હતા તે બન્નેને જિનભગવંતોએ સંયમી કહ્યા છે. મૂઢતાને કારણે તારી મતિ ક્ષીણ થઈ ગઈ છે.
ત્યારે તે મતનો ઉત્તર આપે છે કે, આગળના મુનિવર શુદ્ધ સંયમના ધારક હતા, એવા હમણાં શુદ્ધ સાધું નથી તેમ જ ઉત્કૃષ્ટ આચાર પણ રહ્યો નથી. ત્યારે તેના જવાબમાં દ્વિપક્ષી જવાબ
૧૨૩
=