Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ઢાલ – ૩૮ કડી નંબર ૩૧થી ૩૪માં કવિએ દયાધર્મનો મહિમા બતાવવા વિવિધ દૃષ્ટાંતોનું
આલેખન કર્યું છે.
કવિ દયાધર્મની મહત્તા બતાવતા કહે છે કે, દયા એ જ ધર્મ જાણજે. તે નિશ્ચયથી નક્કી જ છે. માટે દરેક જીવનું જતન કરવાથી ભવપાર મળે છે. દરેક જીવની સંભાળ રાખવી. આવી રીતે પહેલું વ્રત પાળવું. દયા જેવો કોઈ ધર્મ નથી, હિંસા ધર્મ અસાર છે.
અહીં દૃષ્ટાંત આપતાં કહે છે કે, જો ઘોડાથી વાછરડું ઊપજે, સસલાથી સિંહણ થાય, વળી જલધારા (વરસાદ) વગર અનાજ ઊગે તો દયા વગર ધર્મ થાય. વળી આગળ કહે છે કે, જો ખોટાં વચનો સ્થિર રહે અને સાચાં વચનો નાશ પામે. તેમ જ સિંહ ઘાસ ખાય તો દયા વગર નો ધર્મ હોય. દૂહા ||
ધર્મ યા ઇં જાણ જે, જિન આગ્યના પરમાણ ।
પાતિગ કરતાં પૂણ્ય કલઇ, જોય વિમાસી જાણ ||૩૫ ||
દૂહા કડી નંબર ૩૫માં કવિએ પાપ કરતાં પુણ્યનો નાશ થાય, તેમ જ દયા ધર્મ જ સાચો ધર્મ છે એ વાત સમજાવી છે.
જિનવરની આજ્ઞા પ્રમાણે દયા ધર્મ જ સાચો ધર્મ જાણવો, પાપ કરવાથી પુણ્ય નાશ પામે છે, તે મનથી વિચારીને સમજ.
ઢાલ|| ૩૯ ||
દેસી. એક દીન રાજસુભા ઠીઓ ।। રાગ. ગોડી ।।
વણ ગુણતિ વિદ્યા ગલઇ, દૂરિ ગયાં જિમ નેહ । સીલ ગલઇ સ્ત્રી સંગથી રે, તપÜ ગલઇ જિમ હો રે ।।૩૬ ||
દયા ચીતિ રાખીઈ જિમ દાનં વલંછિ તે ગલઇ રે, ધર્મ દયા વિન તે ગલઇ રે,
પરિન ઊપગારો રે, મધુરૂં ભાખીઈ ।। આંચલી ગલઇ સહઇ કાજ પ્રમાદિ ।
ગલઇ મુર્ખિ લજ વિવાધુ રે ।।૩૭।। દયા ચીત.
તુર્ણી યૌવન તે ગલઇ રે, ત્રીધ્ય મ્યુ ક્રીડ કરત । યૌવન આપ નર તવ ગલઈ રે,
ઊડું જ્ઞાન ંતો રે ।।૩૮ ।। દયા.
ગુણ ગલીઆ પર અવગુણિ રે,
અય્યન શકી જિમ લાખ | ધર્મ યા વિન એમ ગલઇ રે, એ નિસ્યાશન ભાખો રે ।।૩૯ ।। યા. ઢાલ – ૩૯માં કડી નંબર ૩૬થી ૩૯માં કવિએ દયા ધર્મ ને ઉત્કૃષ્ટ બતાવવાં અનેક દૃષ્ટાંતો વડે સમજાવ્યું છે.
દયા ધર્મનો મહિમા આલેખતાં કહે છે કે, જેમ સ્વાધ્યાય (અભ્યાસ) વગર વિદ્યાનો નાશ થાય છે, દૂર જવાથી સ્નેહ ઓછો થાય છે, સ્ત્રીના સંગથી શીલ નાશ પામે છે, તપ કરવાથી શરીર ગળે છે. (શોષાય છે.) માટે મનમાં દયાભાવ રાખવો. તેમ બીજાને ઉપકારી થાય એવું મધુર વચન બોલવું.
=> 7 >