Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
વળી જાતિ કુજાતિનો ઘોડો પણ ત્યજવો.
બાવળની છાયા ત્યજવી, જ્યાં વિષધરનો વાસ હોય તેવી જગા ત્યજવી, પરઘરની ચિંતા ત્યજવી, તેમ જ રાત્રિભોજન ત્યજવું. જે રાજાના કામ કરી શકે નહિ તેવાં કાયર ક્ષત્રિયને ત્યજવા. વાંદરા સાથે અટકચાળું કરવાનું તેમ જ બીજાને ગાળ આપવી પણ છોડવી. બળવાન સાથે યુદ્ધ કરવાનું તેમ જ મૂર્ખ સાથે ગુપ્ત વાતો કરવાનું ત્યજવું. વળી મીણ અને મધનો વેપાર ત્યજવાં. તેવી જ રીતે દયા વગરનો ધર્મ પણ છોડવો.
ચોમાસામાં ચાલવું (બહારગામ જવાનું), રાજાના આંગણામાં ફરવાનું, સાધુ સાથે દ્વેષ કરવાનું તેમ જ નીચની વિશેષ સંગત કરવાનું તજી દેવું. વળી રાણીના મહેલનાં આંગણાનું સ્થાન,
જ્યાં પાણી ન મળે ત્યાં બગીચો બનાવવાનું ત્યજવું, સંસારમાં સાત વ્યસનો જેવાં કે ઘુત, માંસ, મદિરા, વેશ્યાના ઘરનું બારણું, શિકાર, ચોરનો સંગ તેમ જ પરસ્ત્રી ગમન છોડવા. જ્યાં માન ન મળે ત્યાં ભોજન, મસાલા વગરનું પાન ત્યજવું, તેમ જ કંઠ વગરનું ગીત અને પાપ કર્મનું ધ્યાન છોડવું.
વળી કવિ આગળ કહે છે કે, પુણ્યની જગ્યાએ પાપને છોડવું, ધર્મના કામમાં આળસ છોડવી, વળી પોતાના મુખે પોતાના વખાણ, લંપટ અને અવગુણી નરને ત્યજવો. તેમ જ કુગુરુનું શરણું, ઘરે મારકણી ગાય અને ક્ષણમાં વિષ થાય તેવી વસ્તુને ત્યજવી. તેવી જ રીતે જે ધર્મ દયાવિહીન છે તે ધર્મનો ત્યાગ કરવો.
દૂહા . ધર્મ ક્યા ઈ જાંણ , જિમ રંગ સાચો ચોલ /
વલી દ્રષ્ટાંત આગલિ અછઈ હિત યુગતિ કલોલ //૩૦ // કડી નંબર ૩૦માં કવિ દયા ધર્મની જ વાત કરે છે.
કવિ કહે છે કે, દયા એ જ ધર્મ જાણજે. એનો સંગ સાચો અને સત્ય છે. વળી આગળ પણ દષ્ટાંતો છે કે તે જગમાં હિતદાયક આનંદ આપે છે.
ઢાલી ૩૮ ||. દેસી. છાંનો છપી નિ કંતા કિા રહ્યું રે // રાગ – રામચુરી // ધર્મ યા ઈ જાણ જે રે, તે નીશઈ નીરધાર રે / જીવ જતન કરી રાખીઇ રે, તો લહીઈ ભવપાર રે // ધર્મ યાઈ જાંણ જે રે // આંચલી //૩૧ // પહઇલું નિં વ્રત એમ પાલિઈ રે, જિવ સકલની સાર રે / દયા સમો ધર્મ કો નહી રે, હંશા ધર્મ અસાર રે //૩ર // ધર્મ હિંવરથી વછ ઊપજઇ રે, સસલાથી સહી હોઈ રે / જલધર વિન અને નીપજઈ રે, તો ધર્મ યા વિન હોય રે //૩૩ // ધર્મ. કુપરખ બોલિં જે થીર રહઈ રે, સુપરખ લોપઈ લીહ રે / દયા વિના ધર્મ તો કહુ રે, ઘાસ ભખઈ જો સીહ રે //૩૪ // ધર્મ