Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
કુડો શ્રેએ પ્રસંસઈ જે નર, તે કિમ પામઇ પારો // પંડીત કરોઅ વીચારો //૦૩ // મીથ્યા સ્તુતિ મમ કરોઅ લગારો //આંચલી // વીષધર કોય વખાણી વને, આપ ઉગલિ ઘાલઈ / સો સુખ ષ્યષ્ય માંહિ ભાઈ જમ મંદિર જઈ માહલઈ // બહુ ભવ પાતિગ ચાલઇ //૭૪ // મીથ્યા. કનક કંડીઈ જિમ કો વીછી, ગ્રહી નીજ મંદીર આંણઈ / સોય સરીખો તે નર પભણો, જે મીથ્યાત વખાણઈ / તે નર કોઈ નવી જાણઈ //૭૫ // મીથ્યા.
સ્તુતિ કીજઇ તો જઈને ધર્મની, જિમ આતમદૂખ જાઈ | ખિણહાં અષ્ટ કર્મ ખઈ કરતો, સો નર સૂખીઓ થાઈ / સકલ લોક ગુણ ગાઇ //૭૬ // મીથ્યા. ચઉદ રાજમાંહઈ ભવિ ભમતાં પાતિગ લાગુ જે હો મિથ્યા ધર્મ પ્રસંસ્યુ જેમ હૈં મિશ્રાદૂકડ તેહો //
જિમ હોઈ નિર્મલ દેહો //૭૭ // મીથ્યા. ઢાલ - ૩૪ કડી નંબર ૭૩થી ૭૭માં કવિ સમકિતના ચોથા અતિચાર ‘મિથ્યાસ્તુતિનું સ્વરૂપ સમજાવે છે.
જગમાં જે ધર્મ અસાર છે તેની જરાપણ મિથ્યાસ્તુતિ કરો નહિ. જે ખોટાને સાચો માની તેની પ્રશંસા કરે છે તે પાર કેવી રીતે પામશે માટે પંડિત તમે વિચાર કરો.
કવિ મિથ્યા સ્તુતિને વિષધરની ઉપમા આપતાં કહે છે કે, જેમ કોઈ વિષધરને વખાણીને તેના મુખમાં પોતાની આંગળી નાખે તો તે મૂર્ખ ક્ષણમાં જ યમમંદિરમાં પહોંચી જાય અને તેનું પાપ ઘણા ભવ સુધી ચાલે. આગળ વીંછીનું દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ કોઈ સોનાના કરંડિયામાં વીંછી પડ્યો હોય તેને લઈને પોતાના ઘરમાં રાખે તેને જે મિથ્યાત્વને વખાણે છે તેનાં જેવો ગણવો, તે નર કાંઈ પણ જાણતો નથી. માટે સ્તુતિ કરવી હોય તો જૈનધર્મની કરવી. જેનાથી આત્માના દુ:ખ દૂર થાય છે. જે ક્ષણમાં આઠ કર્મનો ક્ષય કરે છે અને તે નર સુખી થાય છે, તેમ જ સકળ લોક તેના ગુણ ગાય છે. આમ ચૌદ રાજલોકમાં અનેક ભવ ભમતાં ભમતાં મનમાં મિથ્યાધર્મ કરતાં જે પાપ લાગ્યા હોય તેનું “મિચ્છામિ દુક્કડમ્' આપો કે જેનાથી આત્મા નિર્મળ થાય છે.
ઢાલ ૩૫ ચોપાઈ | મીથ્યાતીસ્યુ પરીચઈ જેહ, જે જાંણી તો ટાલ તેહ / મેશ ઓરડી માહિ પઈસતાં, કિમ ઊજલ રહીઈ બUસતાં //૦૮ //