Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
આપે છે.
हूडा ।। અનિ દેવ અસાર ।
એણઈ દ્રીષ્ટાંતિ પરિહરો, કામ ક્યુરોધ મોહિં નડયા, તેહમાં કસ્યુ સકાર ।।૭।।
ઈશ્વરવાદી બોલીઓ, વચન સૂણી તતખેવ /
કરતા હરતા ઈસ એક, અવર ન દૂજો દેવ ।।૭૮ ।।
કડી નંબર ૭૭થી ૭૮માં કવિ ‘કુદેવ’ને છોડવાનું કહે છે. અને એનો પ્રત્યુત્તર ઈશ્વરવાદી
કવિ કહે છે કે, આ દૃષ્ટાંતો વડે કુદેવને છોડો. કારણ કે બીજા દેવોને કામ, ક્રોધ, મોહ નડ્યાં છે, તેથી કાંઈ વળવાનું નથી. બીજા બધા દેવો અસાર છે. ત્યારે આવાં વચન સાંભળીને તરત જ ઈશ્વરવાદી બોલે છે કે, કર્તા, હર્તા એક જ ઈશ્વર છે, અમારા બીજા કોઈ દેવ નથી.
ઢાલ ।। ૧૮ ।। ચોપઈ ।।
દેવ અવર નહી દૂજો કોય,
બ્રહ્મા વીસ્ટ્સ નિં ઈસ્વર સોય ।
એ ત્રણેની વોહો સીરિ આણ્ય, જગ નીપાયુ એણઇ તુ જાણ્ય ૧૭૯ || ત્રણિ ત્રીભોવન બ્રહ્મા ઘડઇ, અવર દેવ કો તિહા નવિ અડઇ । નારી પુર્ષ પસુ નારકી, એ ઊપના તે બ્રહ્મા થકી ।।૮૦ એનિ પાલઇ તે હરી દેવ, એ ઈશ્વરની એહેવી ટેવ | જગસંધાણં એહનું નામ, ઈસ દેવનું એ છઈ કાંમ ||૮૧ ||
એ ત્રણે જે દેવા કહ્યા, ત્રઇ મુરતિ પણિ એક જ લહ્યા । એહનુ અલ સરૂપ જ કહ્યું, સૂર નર દાંવિ તે નવી લહ્યું।।૮૨ ।।
ખ્યન તાર બુડાડઇ વલી, દઈત સકલ જેણઇ નાખ્યા દલી | ભગત તણી બહુ કરતો સાર, તે દેવાનો ન લહું પાર ।।૮૩ ||
તે શંકર મોટો દેવતા, સૂર સધલા તેનેિં સેવતા ।
અસ્યુ દેવ કહીઈ અતબંગ, પ્રગટ પુજાવઇ જમ્હા લંગ ।।૮૪ || ઢાલ - ૧૮ કડી નંબર ૭૯થી ૮૪માં કવિએ તે દેવોને ઈષ્ટદેવ માનનાર પ્રતિપક્ષીની ‘જૈન’ સામે કરેલી દલીલો તેમ જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને જગતના સર્જનહાર, પાલક અને સંહારક બતાવ્યા છે.
પ્રતિપક્ષી કહે છે કે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાય અમારા બીજા કોઈ દેવ નથી. એ ત્રણેયની આખા જગ ઉપર આણ વર્તાય છે. આ વિશ્વ તેમણે જ બનાવ્યું છે એમ તમે સમજો. ત્રણે ભુવનને બ્રહ્મા બનાવે છે. બીજા કોઈ દેવ તેને અડતા નથી. નારી, પુરુષ, પશુ, નારકી આદિ બ્રહ્મા થકી જ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે વિશ્વનું પાલન વિષ્ણુદેવ કરે છે. તેમ જ એક ઈશ્વરને એવી