Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
લોભ રહીત મુની લાગુ પાય, જિમ આતમ દૂખ સઘલાં જાય / બારે ભેદે તપ તપઈ, અષ્ટ કર્મ તે હેલાં ખાઇ //૩૧ // બારઈ ભેદ મુની એમ આદરઈ ઉપવાસ અણોદર બહુ તપ કરઈ, દ્રવ્યશંષેપણ રસની તાય, કાયકલશ કરઈ મન દાહાઝ //૩ર // સંવરઇ અંટ્રી પોતા તણા, તો તસ કર્મ ખપઈ અતીઘણાં / ગુરુ પાસઇ આલુઅણી લીઇ, આતમ સીખ એણીપરિ દીઇ //૩૩/ વીનો વાડાનો રાખઇ જેહ, વયોવછાદીક કરતો તેહ / વલી તપ ભાડુ જે સઝાય, ધ્યાન કરતા પતંગ જય //૩૪ // કાઓસર્ગ તો એમ કરવો કહ્યું, જિમ થીર પાસ કુમારહ રહ્યુ / તે જિનવરનું નામ જ જપઈ, બારે ભેદે એમ તપ તપઇ //૩૫ // સંયમ ચોખું પાલઈ જેહ, સત્યભાષા મુખ્ય ભાખઈ તેહ / નીર્મલ આતમ રાખઈ અસુ, તેહનિ દોષ ન લાગઈ કસ્યુ //૩૬ // કોડી એક ન રાખઇ કનઈં, તે મુનીવર પણિ તારઈ તનઈં /
બ્રહ્મચર્ય નવવિધ્ય સુ ધરઇ, તે મુનિવર જગિ તારઇ તરઈ //૩૭// કવિએ ઢાલ - ૪ કડી નંબર ૩૦થી ૩૭માં દશ પ્રકારના યતિધર્મનો અને તેના અનુસંગે બાર પ્રકારની તપશ્ચર્યાનો અછડતો નિર્દેશ કર્યો છે.
તમે બધા એક ચિત્તથી સાંભળજો. દશ પ્રકારનો યતિધર્મ હોય. (૧) ક્ષમાવંત, (૨) આર્જવપણું, (૩) મનમાં ઘણું માન રાખવું નહિ (નિરાભિમાન), (૪) લોભરહિત એવા મુનિને વંદન કરવા કે જેથી આત્માના બધાં દુઃખ જતાં રહે, (૫) જે બાર પ્રકારના તપ કરે છે તેના આઠ કર્મનો ક્ષય ઝડપથી થાય છે. કવિ અહીં બાર પ્રકારના તપ બતાવતાં કહે છે કે, બાર પ્રકારનાં તપ મુનિ ગ્રહણ કરે છે જેમ ૧) ઉપવાસ, ૨) ઉણોદરી તપ બહુ કરે, ૩) દ્રવ્ય સંક્ષેપ, ૪) રસનો ત્યાગ, ૫) શરીરને કષ્ટ આપી કાયક્લેશ પણ કરે, ૬) પોતાની ઈન્દ્રિયોનો સંવર કરે તેથી અતિઘણાં કર્મો નાશ પામે, ૭) ગુરુ પાસેથી પ્રાયશ્ચિત લે, આવા પ્રકારે આત્માના હિત માટે શિખામણ આપી છે. ૮) ગુરુ આદિ વડીલનો વિનય રાખે, ૯) ગુરુ આદિની સેવા (વૈયાવચ્ચ) કરે, ૧૦) વળી સ્વાધ્યાય તપ પણ બતાવ્યું છે, ૧૧) ધ્યાન કરવાથી પાપનો નાશ થાય છે. ૧૨) અહીં કવિ દષ્ટાંત આપતાં કહે છે કે, જેમ પાર્શ્વકુમાર સ્થિર રહ્યાં તેમ કાયોત્સર્ગ કરવો તે જિનવરનાં નામનું રટણ કરવું આવી રીતે બાર પ્રકારનાં તપ મુનિ કરે છે. (૬) જે શુદ્ધ સંયમ પાળે છે, (૭) મુખથી સત્યભાષા બોલે છે, (૮) નિર્મળ એવો આત્મા રાખે, તેને કોઈ દોષ લાગતો નથી, (૯) જે (મુનિ) પોતાની પાસે એક પણ પૈસો રાખતો નથી, આવું મુનિવરપણું તને તારશે. (૧૦) તેમ જ જે નવ પ્રકારથી બ્રહ્મચર્ય ધારણ કરે છે તે મુનિવર જગમાં તરી જાય છે અને બીજાને તારે છે. (ભવપાર ઉતારે છે.)