Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
જૈનધર્મનો મર્મ સમજવો.
પ્રથમ શ્રી અરિહંતદેવનો મહિમા વર્ણવતાં કહે છે કે, તેમને ચોત્રીસ અતિશયો હોય. અઢાર દોષો પણ જિનવરથી દૂર હોય તેમ જ તેમની વાણીના ગુણ પાંત્રીસ હોય.
કવિ અરિહંતને સિંહની ઉપમા આપતાં કહે છે કે, જેમ સિંહ મદમાતો (શૂરવીર) દેખાય છે, તે થકી હાથી પણ નાસી જાય છે. તેમ જિનવરે જે અઢાર દોષો કહ્યા છે તે અરિહંત પાસે હોય નહિ. (તેમનાથી દૂર રહે છે.)
અઢાર દોષોનો ઉલ્લેખ કરતાં કહે છે કે, (૧) જિનવર ઘણું દાન આપે છે પરંતુ કોઈ અંતરાય કરતું નથી, (૨) ઘણી લાભ લબ્ધિ જિનવરની જાણું છું કે જેથી ઘણા જીવોને પ્રતિબોધ્યા છે. અંતરાય કર્મ જિનવરને હોતું નથી, (૩) વળી વિશેષ વીર્યાચાર હોય. જિનવર તપ, જપ અને સંયમ પાળે છે, તેમને જરા પણ પ્રમાદ હોય નહિ. (૪) ભગવંત ઘણી ભોગની અને (૫) ઉપભોગની લબ્ધિ પ્રાપ્ત કરે છે. છતાં ભોગવે નહિ આવા ભગવંતના દેવતા, મનુષ્ય અને કિન્નર ગુણ ગાય છે અને તેમને વંદન કરે છે. (૬) ભગવંત પાસે હાસ્ય વિનોદ, ક્રીડા હોય નહિ અને (૭) રતિ- (૮) અતિનું નામ નથી. (૯) ભય, (૧૦) જુગુપ્સા જિન રાખે નહિ, વળી (૧૧) શોક અને (૧૨) કામ ન હોય. (૧૩) મુખથી મિથ્યા બોલે નહિ, (૧૪) જિનને અજ્ઞાન ન હોય. (૧૫) અને નિશ્ચયથી નિદ્રા ન હોય તે સહુ જાણો. (૧૬) અવિરતિપણું માનવું નહિ. (૧૭) રાગ અને (૧૮) દ્વેષને જિનવરે જીતી લીધાં છે. તેમ જ શિવપુરમાં વસે છે. એવા જિનવરને પૂજવાથી મનની સર્વ આશાઓ પૂરી થાય છે, તેવું તમે જુઓ.
|| દૂહા ||
આશા પોહોચઈ મન તણી, જપતાં જિનવર નામ ।
અતીસહઈ ચોતીસ જિનતણા, તે બોલુ ગુણ ગ્રામ ।।૬૦
કડી નંબર ૬૦માં કવિ જિનવરનાં ચોત્રીસ અતિશયોની વાત કરે છે.
જિનવરનું નામ જપવાથી મનની આશાઓ પૂરી થાય છે. એવા જિનવરનાં ચોત્રીસ અતિશયોના ગુણ કહું છું.
ઢાલ || ૭ ||
દેસી. અંબરપૂરથી વિરી. ।। રાગ-ગોડી ।।
અતીસહઈ ચોતીસ જિનતણા, પ્રથમઇ રુપ અપારોજી | રોગ રહીત તન નીરમલું, ચંપક ગંધ સુસારો ।। ત્રુટક ।। સાર ચંપક તન સુગંધી, ભમર ભગિ હિા ભમઈ । સાસ નિં ઊસાસ સુંદર, કમલ ગંધો મુખ્ય રમઇ ।। રૂધીર મંશ ગોખીર ધારા, અદ્રીષ્ટ આહાર નીહાર રે । સહઇજના એ ચ્યાર અતીસઈ, કર્મધાતિ અગ્યાર રે ।।૬૧ ||
૭૮ &>