Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
આમ સર્વના આધાર ઉપરથી કવિ ઋષભદાસ કૃત કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ રજૂ કરું છું. ૧. પુણ્યપ્રશંસા રાસ – સં. ૧૬૬૦ (ખરું જોતા સં. ૧૯૭૦ અને ૧૬૮૦ની મધ્યમાં) ખંભાત.
પુણ્યપ્રશંસા રાસની કવિના સ્વહસ્ત પડીમાત્રામાં લખાયેલી પ્રત શ્રી સિધ્ધમુનિ પાસે છે. તેની અંતિમ ત્રણ ગાથા તથા પુષ્પિકા ઉપરથી જાણી શકાય છે કે આ રાસમાં કુલ ૩૨૮ ગાથા છે.
અંત - કવિ કહે છે કે મારી આશા આજે પૂર્ણ થઈ છે. સરસ્વતીદેવી અને ઋષભદેવને નમસ્કાર કરીને મેં પુણ્યપ્રશંસા રાસ કર્યો છે. જ્યાં સુધી મેરુ, પૃથ્વી, સાગર, ચંદ્ર, સિધ્ધશિલા અને દેવલોક રહેશે, તેમ જ સૂર્ય પ્રકાશ હશે ત્યાં સુધી આ રાસ રહેજે. આ રાસ સાંભળીને જે પુરુષો ચેત્યા, તેના ભવબંધન છૂટી ગયા. તેમ જ આ રાસ સાંભળવાથી અનંત સુખમાં વાસ થાય છે. ૨. રિષભદેવનો રાસ – સં. ૧૬૬૨ ખંભાત, આ કૃતિ હજુ અપ્રગટ છે. પરંતુ તેની આદિ, અંત જૈન
ગુર્જર કવિઓ ભાગ-૩, ખંડ -૧ પૃ. ૯ર૪, ૯૨૫ માંથી મળે છે. આદિ-અંતની પ્રશસ્તિ ઉપરથી કવિની ભાષા શૈલીનો વગેરેનો ખ્યાલ આવે છે. કવિએ વાપરેલી ઢાળોમાં મીઠાશ છે. તેમ જ ભાષા સરલ, રસાળ અને ભાવવાહી છે. સરસ્વતીદેવીની સ્તુતિથી કૃતિની શરૂઆત કરી છે. તેમ જ અંત-પ્રશસ્તિમાં કવિએ તે સમયના ખંભાતનું વર્ણન કર્યું છે. કવિ પોતે જણાવે છે કે તેમણે આ રાસ હેમચંદ્રાચાર્યના ‘ષભચરિત' ઉપરથી રચ્યો છે. તેમાં જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવનું ચરિત્ર છે. આ રાસમાં કવિએ ૧૧૮ ઢાળ નવી નવી દેશીઓમાં બનાવી છે. તેમ જ એકસો અડસઠ દુહા પણ વાપર્યા છે. આ રાસની કુલ કડી ૧૨૭૧ છે. તે ઉપરાંત આ રાસમાં વિવિધ રાગો પણ જોવા મળશે એમ કવિ જણાવે છે.
અંત – ઋષભદાસ કહે છે કે આ રાસ સાંભળવાથી અનંત સુખમાં (મોક્ષ) વાસ થાય છે.* ૩. સુમિત્ર રાજર્ષિ રાસ – સં. ૧૬૬૮ પોષ સુદ-૨ ગુરુવાર ખંભાત.
આ રાસ દાન મહિમા ઉપરની સુમિત્ર રાજર્ષિની કથા છે. પાંચ પ્રકારના દાનમાં સૌથી શ્રેષ્ઠ દાન સુપાત્ર દાન અર્થાત્ સાધુ-મુનિઓને દાન આપવું. સાધુને દાન કરવાથી (સુપાત્ર દાનના પ્રતાપે) સુમિત્ર રાજા સુખી થયો તેનું આમાં વર્ણન છે.
આ રાસનો પ્રારંભ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના સ્મરણથી કરવામાં આવે છે. આ રાસમાં જૈનધર્મના દષ્ટાંતિક પુરુષ સુમિત્ર રાજર્ષિની કથા છે. સુપાત્ર દાન ધર્મ કરવાથી રાજા સુખી થાય છે અને અંતે યશોભદ્ર ગુરુની દેશના સાંભળીને રાજાને વૈરાગ્ય માવે છે. ગુરુ પાસેથી પૂર્વભવ જાણી જાતિસ્મરણ થાય છે. પુત્રને રાજ્ય સોંપી યશોભદ્ર ગુરુ પાસે દીક્ષા લઈ સુમિત્રમુનિ શુદ્ધ સંયમ પાળી કેવળજ્ઞાનને વરે છે અને પછી ઘણાં વર્ષો સુધી સંયમ પાળી મોક્ષે જાય છે. ૪. સ્થૂલિભદ્ર રાસ - સંવત ૧૬૬૮ દિવાળી શુક્રવાર ખંભાત.
આ રાસમાં નવમા નંદના શકપાલ મંત્રીના પુત્ર સ્થૂલિભદ્રનું પ્રખ્યાત ચરિત્ર છે. ચિરપરિચિત ગણિકાના રંગમંડપમાં રહીને પણ સાધુપણામાં અડગ રહેનાર અને પર્સનાં ભોજન લેવાં છતાં અણીશુદ્ધ ચરિત્ર પાળવાનું મહાદુષ્કર કાર્ય કરનાર સ્થૂલિભદ્રનું દષ્ટાંત જૈનોના પ્રખ્યાત પુસ્તક