Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
૧૩. ઉપદેશમાલા રાસ - સંવત ૧૬૮૦ મહાસુદ-૧૦ ગુરુવાર ખંભાત.
આ રાસ મહાવીરસ્વામી હસ્તદીક્ષિત શિષ્ય ધર્મદાસગણિએ રચેલ પ્રાકૃત ગ્રંથ ઉપદેશમાલા' ઉપરથી રચાયેલો છે એમ કવિ પોતે તેમાં જણાવે છે. જેમ કે,
એણિ પરિ બોલિયા ગણિ ધરમદાસજે, ગ્રંથ ઉપદેશમાલા જ કીધો, તેહ રાસ રચિઉ બહુ ભાતિસ્યું તેહ ભણિ વિબુધ જનમાંહિ પ્રસિધ્ધો.10
આદિ – ઉપદેશમાલા રાસનો પ્રારંભ વીણા વગાડતી, હાથમાં પુસ્તક ધારણ કરતી, હંસ પર બેસતી અને બહુ દેવીઓની સાથે રહેતી બ્રહ્મસુતાના સ્મરણથી કરવામાં આવે છે.
અંત - કવિ કહે છે કે, આત્મહિત માટે મેં વિસ્તારપૂર્વક આ રાસની રચના કરી છે. ઉપદેશમાલા રાસ તરવા માટે (સંસાર સમુદ્ર) નાવ સમાન છે. અનંતસુખ આપનાર અને એને સાંભળતા કે ગણતા સકલ સંઘનું મંગલ થાય છે. એ પાપરૂપી અંધકારનો નાશ કરી મુક્તિનગરના માર્ગને પ્રકાશિત કરનાર છે.
કવિ કહે છે કે, આ રાસની રચના કરતા મને તો જાણે કે આજે કામધેનુ ચિંતામણિ મળ્યાં છે. મારા મનના સર્વ મનોરથ ફળ્યા. ૧૪. શ્રાદ્ધવિધિ રાસ – સંવત ૧૬૮૨ વૈશાખ સુદ-૫ ગુરુવાર ખંભાત.
આ રાસની શરૂઆત સરસ્વતીદેવીની સ્તુતિથી કરવામાં આવે છે.
શ્રાદ્ધવિધિ શું છે? અને એ વિધિ કોણે બતાવી? એના જવાબમાં કહ્યું છે કે, રાજગૃહી નગરીમાં જ્યારે વીર જિનેશ્વર પધાર્યા અને અભયકુમાર ઉલ્લાસ સહિત એમને વાંદવા માટે ગયા
ત્યારે વીરપ્રભુએ શ્રાવકવિધિના છ બોલ પર પ્રકાશ પાડ્યો હતો. એ છ બોલ રૂપે શ્રાવકની સમાચારી વિસ્તારથી આલેખી છે. ૧૫. શ્રેણિક રાસ – સંવત ૧૬૮૨ આસો સુદ-૫ ગુરુવાર ખંભાત.
શ્રેણિક પ્રભુ મહાવીરના સમયમાં મગધના રાજા હતા. બૌદ્ધ ગ્રંથોમાં તેમનું નામ “બિંબિસાર’ જોવામાં આવે છે. આ રાસમાં શ્રેણિક રાજાનું ચરિત્ર આપેલું છે.
આદિ – આ રાસની શરૂઆત શારદાદેવીની કૃપા યાચના સાથે કરવામાં આવે છે. કવિએ ચાર લીટીમાં સરસ્વતીની સુંદર સ્તુતિ કરી છે.
અંત – અંત પ્રશસ્તિમાં કવિએ આપેલું ખંભાતનું સુંદર વર્ણન કવિના કવિત્વની ઝાંખી કરાવે છે. ૧૬. કયવન્ના રાસ - સંવત ૧૬૮૩ – ખંભાત.
પ્રથમ જિનેશ્વરદેવની (ઋષભદેવ) સ્તુતિ કરીને કયવન્ના રાસનો પ્રારંભ કરવામાં આવે છે. “યવન્ના શેઠ' જૈન કથાસાહિત્યમાં દષ્ટાંતિક પુરુષ છે. કથાનો સાર ટૂંકમાં આ પ્રમાણે છે,
પૂર્વભવમાં મુનિને દાન આપવાથી રાજગૃહી નગરીમાં ધનાવહ શેઠ અને સુભદ્રા શેઠાણીને ત્યાં પુત્રરૂપે અવતર્યા હતા. મોટા થયા ત્યારે સુહાસિની નામની સ્ત્રી સાથે પરણાવ્યા. છતાં સંસારથી