Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
૧૬૮૨
શ્રાદ્ધવિધિ રાસ ૧૬૮૨
જીવંતસ્વામીનો રાસ ૧૬૮૨
શ્રેણિક રાસ ૧૬૮૩
યવન્તારાસ ૧૬૮૪
હીરવિજયસૂરિના બાર બોલનો રાસ ૧૬૮૫
મલ્લીનાથનો રાસ ૧૬૮૫
હીરવિજયસૂરિ રાસ ૧૬૮૫
વીરસ્થાનક તપ રાસ ૧૬૮૭
અભયકુમાર રાસ ૧૯૮૮
રોહિણયા (મુનિ) રાસ વીરસેનનો રાસ સમઈસરુ૫ રાસ દેવ (ગુરુ) સ્વરુપ રાસ શત્રુંજય રાસ આર્દ્રકુમાર રાસ
સિધ્ધશિક્ષા રાસ આગળ જણાવ્યા પ્રમાણે કવિએ સં. ૧૬૮૫ સુધીમાં ૩૪ રાસની રચના કરી છે. એ પછી પણ સં. ૧૬૮૭, ૧૬૮૮માં રચેલા રાસ મળી આવે છે. તેથી ઓછામાં ઓછા કુલ ૩૬ રાસ તો હોવા જ જોઈએ. વધુ હોવાનો સંભવ પણ ખરો.
કવિ ઋષભદાસે સં. ૧૬૮૫ સુધીમાં ૫૮ સ્તવનોની રચના કરી છે. તેમણે રચેલી સ્તુતિઓનો તેમ જ સઝાયનો ચોક્કસ અંક પ્રાપ્ત થતો નથી. તે ઉપરાંત ચૈત્યવંદન -૪, નમસ્કાર-૨, ઢાલ૧, સંધિ-૧, ચૈત્યપરિપાટી-૧ વગેરે કૃતિઓ પ્રાપ્ત થાય છે. કૃતિઓનો પરિચય
અષભદાસે ખેડેલા જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રકારોનો ઉલ્લેખ કરાયો છે, તે રાસ, સ્તવન, સ્તુતિ (થોયો), સક્ઝાય, ચૈત્યવંદન, નમસ્કાર, ચોવીસી, વિવાહલો, પદ, હરિઆલી, “સુભાષિત, કવિત્ત, ગીત, વેલિ, ઢાલ, સંધિ, નવરસો, ચૈત્યપરિપાટી, પૃચ્છા (પ્રશ્નોત્તર), હિતશિક્ષા, આલોચના, પૂજા અને દુહા વગેરે છે. એમણે ખેડેલા સાહિત્ય પ્રકારોમાં ‘રાસ' સૌથી વધુ છે.
કવિ ઋષભદાસ એક અધ્યયન'માં પ્રો. ડૉ. વાડીલાલ ચોક્સીએ, જૈન ગુર્જર કવિઓ ભાગ-૩માં, કવિવર ત્રાષભદાસ' નિબંધના કર્તા શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ અને ઋષભદાસની સાહિત્યોપાસનામાં ડૉ. ઉષાબેન શેઠે કવિ ઋષભદાસની સાહિત્યિક કૃતિઓ ઉપર મહત્ત્વનો પ્રકાશ પાડ્યો છે.
તેમ જ તેમની પ્રકાશિત થયેલી ચાર મોટી કૃતિઓ ઉપરથી વિષય વિચાર જાણવા મળે છે.
૩૨.