Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
ન જ્યારે સત્તર કક્કા એકત્ર થાય, તે વડે એક તાન એક ધ્યાન લાગી રહે તો જ સાહિત્ય કાર્ય કરી શકાય. તેમાં વળી ગૃહસ્થીઓને શારીરિક સાંસારિક અનેક ઉપાધિઓ લાગેલી હોય. જેમાંથી સમય કાઢી કાર્ય કરવા બેસવું એ મહાન ઉદય હોય તો જ બની શકે અને ઋષભદાસ જેવા કોઈ ગૃહસ્થ જ ભાગ્યશાળી હોય કે જે સર્વોત્તમ રીતે સાહિત્યની સેવા બજાવી શકે. ઋષભદાસ કવિ જેવી સાહિત્ય સેવા બજાવવા ગૃહસ્થીઓમાંથી હજુ સુધી બીજા કોઈ ઋષભદાસ ઉત્પન્ન થયા નથી એ વાત પણ નિર્વિવાદ છે.
આમ અકબર-હીરસૂરિયુગમાં ઉત્પન્ન થયેલા ગુજરાતી સંસ્કૃતિના જૈન ફાંટાના બીજા બળવાન યુગે અને એક સંસ્કારી ધર્મરત ગર્ભશ્રીમંત કુટુંબે આપ્યા સત્તરમી સદીના પૂર્વાર્ધના એક સમર્થ જૈન ગુજરાતી કવિ ઋષભદાસ. વિરલ પ્રાપ્ત થતા જૈન ગુજરાતી ગૃહસ્થ કવિઓમાં પંદરમી સદીના પ્રસિદ્ધ જૈન ગુજરાતી કવિ ભોજક દેપાલની માફક કવિ ઋષભદાસનું સ્થાન પણ મોખરે છે. કવિની સરસ્વતી ભક્તિ | ‘કરજો માતા વાંડ્યું કામ પ્રથમ જપું હું તાહારું નામ.” કવિ ઋષભદાસ તેમની દરેક કૃતિનો આરંભ પ્રાય: કરીને માતા સરસ્વતીદેવીની સ્તુતિથી કરે છે. જે તેમની મા શારદા પ્રત્યેની અનુપમ, અતૂટ આસ્થાનો સંકેત આપે છે. વિશેષ રસપ્રદ વાત એ છે કે વ્રતવિચાર રાસની પ્રતિ/હસ્તપ્રત કવિએ જાતે લખેલી છે અને તેના પ્રથમ પત્ર પર કવિએ સ્વહસ્તે જ “વા-પુસ્તધારા સમૃતપૂર્ણ મારિ નામાજિwા વિસિતસ્તા મયૂરવાહિની' સરસ્વતીદેવીનું ચિત્ર પણ આલેખ્યું છે. આમ રાષભદાસ કવિએ એક ચિત્રકારની હેસિયતથી ચિત્ર દોરીને પોતાની ઊર્મિઓને ભાવસભર રીતે અભિવ્યક્ત કરી છે, તે જ આ ચિત્રની અને તેના આલેખકની ધ્યાનાર્હ વિશેષતા છે.
જનશ્રુતિ પ્રમાણે એવું કહેવાય છે કે, કવિએ વિજયસેનસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. એક રાત્રે ગુરુએ પોતાના શિષ્ય માટે સરસ્વતીદેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યો હતો, કે જે પ્રસાદ રાત્રિએ ઉપાશ્રયમાં સૂઈ ગયેલા ઋષભદાસના જાણવામાં આવતાં તેમણે પોતે જ આરોગી લીધો અને તે મહાન વિદ્વાન થયા. આના પરિણામે સંખ્યાબંધ કૃતિઓ તે રચી શક્યા. આવી દંત કથા છે.
‘રામનું સ્વપ્ન ભરતને ફળ્યું’ એ કથન મુજબ અન્ય માટેનો સરસ્વતી પ્રસાદ ઋષભદાસને મળ્યો. તેથી તે ઉત્તમ કાવ્યો કરવા લાગ્યા અને વિદ્વાન કવિ ગણાયા.
આ દંતકથામાં કેટલું સત્ય છે, તે કહી શકાતું નથી પરંતુ એટલું તો સત્ય છે કે કવિ પોતાની દરેક કૃતિમાં માતા સરસ્વતીદેવીની ભક્તિપૂર્વક સ્તુતિ કરી તેમનો ઉપકાર માને છે તેમ જ વિનમ્રભાવે સહાયતા માગે છે. જેમ કે,
સાર વચન ધો સરસ્વતી, તું છે બ્રહ્મસુતાય, તું મુજ મુખ આવી રમે, જગમતિ નિર્મલ થાય.
- ભરતેશ્વર રાસ સરસતી ભગવતી ભારતી ભાષા, તુજ નામિ સુખ શાતારે, તું પંડિત કવિજનની માતા, હારા ગુણ વિખ્યાતા રે.
- ક્ષેત્રસમાસ રાસ
(૨)