________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણનો જન્મ
મંત્રસાધના દ્વારા થતી સિદ્ધિઓનું સ્વરૂપ અને તેના પ્રભાવો વગેરેનું કુલચંદ્ર કલાચા સુંદર વિજ્ઞાન સમજાવ્યું.
માતાના શુભ આશીર્વાદ લઈ એક મંગલ પ્રભાતે, શુભ મુહૂર્ત અને શુભ શુકને રતાશ્રવા ઘરેથી નીકળ્યાં.
નગરની બહાર આવી, નગરથી થોડે દૂર “કુસુમાઘાન' નામની વાટિકામાં તેણે પ્રવેશ કર્યો. કલાચાર્ય કુલચંદ્રનું માર્ગ સૂચન તેના ચિત્તમાં હતું. ધ્યાન માટેની સુયોગ્ય ભૂમિ તેણે શોધવા માંડી, વાટિકાના ઈશાન ખૂણામાં તેણે આસોપાલવનાં વૃક્ષોની એક ઘટા જોઈ. તેના ચિત્તમાં આહૂલાદ થયો. ઘટામાં તેણે પ્રવેશ કર્યો અને મધ્યમાં એક જગા નક્કી કરી. પાછો ત્યાંથી નીકળી, પર્ણના દડિયામાં પાણી લઈ આવ્યો અને જાપ માટેની ભૂમિ પર છંટકાવ કરી ભૂમિશુદ્ધિ કરી.
ઇષ્ટદેવનું એકાગ્ર ચિત્ત, અંજલિ ડી, બહુમાનપૂર્વક સ્મરણ કર્યું. ત્યાર બાદ શુભભાવ ઉલ્લસિત થતાં જાપની ભૂમિમાં તે પ્રવેશ્યો. પદ્માસને બેસી દૃષ્ટિને નાસિકાના અગ્રભાગે ઠેરવી મંત્રોચ્ચાર શરૂ કર્યા. અલ્પ કાળમાં તો તે મંત્ર-દુનિયામાં ખોવાઈ ગયો.
ધ્યાનસ્થ રત્નશ્રવા જાણે બહુમૂલ્યવંત આરસમાં કંડારેલી મૂર્તિ જ જોઈ લો! નથી હાલતો કે નથી ચાલતો! અરે, અંગ પરનાં રુવાંટાં પણ નિશ્ચલ બની ગયાં. કલાકો... દિવસો... વીતવા લાગ્યા. ફળપ્રાપ્તિ માટેની કોઈ અધીરાઈ કે ચિંચળતાને રત્નથવાએ સ્થાન ન આપ્યું.
સાધનામાં જ્યાં ફળપ્રાપ્તિની ઝંખના ઊઠે છે ત્યાં ચિત્તનું સ્વાથ્ય, ચિત્તની સ્થિરતા વિદાય લે છે અને ચિત્તનો ક્ષોભ થતાં ત્યાં સાધકની સાધના ભ્રષ્ટ બની જાય છે. ફળની આશા ધૂળમાં મળી જાય છે. પછી દોષ કાઢે છે સાધનાના, સાધનાને બતાવનારનો!
એક બાજુ રત્નથવા ધ્યાનમગ્ન હતો, બીજી બાજુ એક નવયૌવના ખૂબસૂરત સ્ત્રી તેની સમક્ષ પ્રગટ થઈ. રત્નશ્રવાના ધ્યાનતરબોળ દેહનું સૌન્દર્યપાન કરતી તે સ્ત્રી ક્ષણવાર થંભી ગઈ. કંઈક મનોમન વિચાર કરી લઈ તેણે રત્નથવાને સંબોધી કહ્યું : “હે પરાક્રમી! માનવસુંદરી નામની હું મહાવિદ્યા છું. તારી સાધનાથી હું તારા પર પ્રસન્ન થઈ છું, નયના ખાલ'.
સુંદરીનાં આ વચન સાંભળી રત્નશ્રવાએ જાણ્યું કે મને વિઘાસિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ! ભ્રમણામાં અટવાય! તેણે તો જપમાળાને બાજુ પર મૂકી આંખો ખોલી તો સામે માનવસુંદરીને જોઈ.
For Private And Personal Use Only