________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે સંસાર
૨૦૧
શું કરી શકે?... અને પાથ, પતિદેવ, તમે તો દૂર છો, તમે જો હોત... પણ હાય, તમારી ગેરહાજરીમાં બધાં જ મારાં શત્રુ બની ગયાં છે.'
તેનો વિલાપ ચાલુ જ રહ્યો. તેની દૃષ્ટિમાંથી સંસારનાં એક એક સ્વજન પસાર થઈ ગયાં. જેણે જેણે અંજનાને એક દિવસ પ્રેમથી નવાજી હતી, તે બધાંએ અંજનાને દુઃખના ટાણે દાં દીધો.
આ તો સંસારની ખાસિયત છે! સંસાર નામ જ એનું કે તમે એના પર પ્રેમ ધારણ કરો અને એ તમને દર્શો દે.
ખરેખર, મારા જેવી બીજી કોઈ અભાગણ સ્ત્રી નહિ હોય. આટલાં આટલાં વર્ષો સુધી પતિનો વિરહ પડે અને સ્ત્રી જીવી રહે? છતાં હું અભાગણ જીવતી રહી.' બંનેએ સવારથી કંઈ જ ખાધું-પીધું ન હતું. વસંતતિલકાએ કહ્યું :
‘તું અહીં બેસ, હું આજુબાજુમાં તપાસ કરું. થોડાં ફળ લઈ આવું, અને પાણીની પણ શોધ કરી આવું.' અંજનાને બેસાડી વસંતતિલકા અટવીની અંદર ગઈ. વસ્ત્રમાં ફળ ભરીને, આજુબાજુ પાણીની તપાસ કરવા લાગી. સહેજ દૂર ગઈ. એક પર્વતની તળેટીમાં સુંદર સરોવર જોયું. બાજુમાં જ એક સરસ ગુફા જોઈ. ચારેકોર રમણીય વારાજી જોઈ એનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. હવે આગળ ક્યાંય ન જતાં, આ સ્થળે જ રહેવાનો તેને વિચાર આવ્યો. તે ઝડપથી અંજના પાસે આવી.
‘અંજના, ચાલ ઊભી થા. અહીં થોડે જ દૂર એક રમણીય પ્રદેશ છે, ત્યાં આપણે જઈએ. મને તો એ પ્રદેશ ખૂબ ગમી ગયો છે. જો તારી ઇચ્છા થાય તો આપણે ત્યાં જ રોકાઈએ.'
અંજનાને લઈ વસંતતિલકા પર્વતની તળેટીમાં આવી. પ્રદેશ જોઈ અંજનાને આનંદ થયો. ગુફાના દ્વાર આગળ જ બેસી સખીઓએ ફળાહાર કર્યો અને સરોવરનું પાણી પીધું.
‘હવે આપણે ક્યાંય આગળ ન જતાં અહીં જ રોકાઈએ, એમ મને લાગે છે.’ અંજનાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
બંને સખીઓએ ત્યાં આરામ કર્યો. સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળવા લાગ્યો. મનનો અને તનનો થાક હળવો થયો. વસંતતિલકા ઊભી થઈ.
‘આપણે આ ગુફાની અંદર જઈએ. જોઈએ તો ખરાં, અંદર રહેવાય એવું છે કે નહિ?' બંને સખીઓ ધીમે પગલે ગુફામાં પ્રવેશી.
For Private And Personal Use Only