________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
જૈન રામાયણ
યોગ્ય માર્ગ એ છે કે લંકાપતિ સૈન્ય લઈને પાછા ચાલ્યા જાય...' પુંડરીક
બોલી ઊઠ્યાં.
‘એ માર્ગ કદાચ યોગ્ય હશે, પરંતુ શક્ય નથી!
‘તો શું તમે અમને શરણાગત બનાવવા આવ્યા છો?' પુંડરીકે પૂછ્યું. ‘ના. તમારા જેવા પરાક્રમીઓ શરણાગત ન બને, તે હું સારી રીતે સમજું છું.' ‘તો પછી?’
‘મિત્ર બની શકે!’ પવનંજયે સમાધાનની ભૂમિકા રજૂ કરી.
‘પણ જ્યાં લંકાપતિને પોતાને જ મિત્ર ન બનવું હોય, તેનું શું થાય?'
‘હાલ એ પણ શક્યતા છે. હું એ કામ સંભાળી લઈશ.'
તો તો તમે લંકાપતિની સંમતિ લઈને જ આવ્યા છો,' વરુણરાજે પવનંજયનું પેટ માપવા મમરો મૂક્યો!
‘એવું માનવાની ભૂલ વણરાજ ન કરે. જો લંકાપતિને એ રીતે નમતું જોખવું હોત તો લંકાથી જ કોઈ દૂતને મોકલી પતાવી દેત. આટલી સાગર જેવડી સેના લઈને, સ્વયં પોતે ન આવત, આ તો યુદ્ધના ભીષણ માનવસંહારથી મારું દિલ કંપી ઊઠ્યું અને વિચાર આવ્યો કે જો કોઈ મધ્યમ માર્ગે સમાધાન થઈ જાય તો પ્રયત્ન કરું. એ આશયથી જ રાત્રિના સમયે અહીં આવ્યો છું.'
‘સેનાપતિજી, તમારા આશય સાથે હું પણ સંમત થાઉં છું. જીવોનો સંહાર મને પણ ઇષ્ટ નથી; પરંતુ રાષ્ટ્રના સ્વાતંત્ર્યની રક્ષા ખાતર ક્યારેક હિંસક માર્ગ પણ અખત્યાર કરવો પડે છે.' વરુણરાજે પોતાની નીતિને સ્પષ્ટ કરી. ‘તમારું સ્વાતંત્ર્ય અખંડિત રહે અને શાન્તિ સ્થપાય તેવો પણ માર્ગ મને દેખાય છે.' પવનંજયે કહ્યું.
તો તે માર્ગ રજૂ કરો.'
‘ખર અને દૂષણને પાછા સોંપવા. એક મિત્ર તરીકે લંકાપતિને મળવું અને લંકાપતિના એક પરાક્રમી સાથીદાર રાષ્ટ્ર તરીકે સ્થાન પ્રાપ્ત કરવું.'
વરુણરાજે પુંડરીક-રાજીવની સામે જોયું. બન્ને ભાઈઓ પણ પવનંજયની દરખાસ્ત પર વિચારમાં પડી ગયા. દરખાસ્તમાં તેમને કોઈ સ્વમાન-હાનિ જેવું ન લાગ્યું, ઉપરથી યુદ્ધના ભયાનક સંહારમાંથી જીવોને ઊગરી જવાનો માર્ગ દેખાયો. વળી, પવનંજયનું હૃદય પણ તેમને સાફ દેખાયું.
‘કોઈ પણ જાતની શંકા ન રાખશો, તમારી સાથે આ કોઈ મેલી રમત નથી
For Private And Personal Use Only