________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
જૈન રામાયણ તમારો સંદેશો મળ્યો. અમારા ખ્યાલ મુજબ તમને ખોટી બાતમી આપવામાં આવેલી છે. અમારા સુભટોએ લંકાના રાજ્યમાં પગપેસારો કર્યા જ નથી અને કરવાની ધારણા પણ નથી. આપણી વચ્ચેનો મૈત્રીસંબંધ અમે તોડવા માંગતા નથી. એમાં જ ઉભય રાજ્યની પ્રજા અભયનું સુખ અનુભવી શકે, એવી અમારી માન્યતા છે. તમે પણ કોઈ પાયા વિનાના સમાચારોથી દોરવાઈ જઈ, મૈત્રીસંબંધ ન તોડો, એવી અમે અપેક્ષા રાખીએ છીએ.”
સંદેશો લઈને દૂત લંકાના માર્ગે રવાના થયો, જ્યારે બીજી બાજુ ચકોર અને દીર્ઘદૃષ્ટા વરુણ પુત્રોએ ગુપ્ત રીતે રાજ્યના સંરક્ષણની પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. તેઓ રાવણની નીતિ-રીતિથી વાકેફ હતા.
દૂત લંકાની રાજસભામાં જઈને ઊભો. લંકાપતિને પ્રણામ કરી, તેણે વરુણરાજનો સંદેશો કહી સંભળાવ્યો. ક્ષણવાર તો સંદેશો સાંભળીને સહુ સ્તબ્ધ થઈ ગયા. બિભીષણને ઘણું આશ્ચર્ય થયું. કારણ કે એને અજ્ઞાત રાખીને, રાવણે આ કાર્ય આરંભ્ય હતું, પરંતુ વિચક્ષણ બિભીષણ પરિસ્થિતિને કળી ગયો.
“વરુણરાજને કહેજે કે તેમનાં મીઠાં વચનોથી લંકાપતિ ભોળવાઈ જાય તેવો બાળક નથી. એક બાજુ લંકાના પ્રદેશમાં ઘૂસણખોરી કરવી છે અને બીજી બાજુ મિત્રતાની વાત કરવી છે, એવા દંભને હું ક્ષણવાર પણ સહન કરનાર નથી. પરંતુ અભિમાની વરણ એની ભૂલને તત્કાળ અને સમજાવટથી કબૂલ નહિ કરે. એ તો યુદ્ધભૂમિ પર જ મારે એને ભૂલ કબૂલ કરાવવી પડશે.'
એટલે?' તે સ્પષ્ટતા માંગી.
એટલે ન સમજ્યો? વરુણરાજને એના ગુનાની સજા યુદ્ધના મેદાન પર થશે..” ઇન્દ્રજિતે રાવણ-નીતિની સ્પષ્ટતા કરી.
તો વરુણરાજ અને એના અજડ પરાક્રમી પુત્રોની અજેય શક્તિનો પરચો મેળવવા ખુશીથી પધારજો. પણ એ પૂર્વે તમારા પેલા ખર-દૂષણના અનુભવો પૂછીને આવજો!
પ્રત્યુત્તરની અપેક્ષા રાખ્યા વિના દૂત ત્યાંથી નીકળી ગયો.
રાવણે સેનાને સજજ થવા હાકલ કરી. બીજી બાજુ પાતાલલકામાંથી ખરદૂષણ પણ પોતાની વિશાળ સેના સાથે આવી પહોંચ્યા. સુગ્રીવ પણ પોતાના ચુનંદા સૈન્યને લઈ લંકામાં આવી ગયો. અનેક વિદ્યાધર રાજાઓ પણ આવી પહોંચ્યા.
For Private And Personal Use Only