________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
જૈન રામાયણ દૂર હનુમાન વરુણના સેનાપતિ યોગેશને રમાડી રહ્યો હતો. હનુમાને જોયું કે પુંડરીક ઇન્દ્રજિત તરફ મોરચાને હટાવી રહ્યો છે, લંકાનું સૈન્ય પાછું હટી રહ્યું છે. તેણે પ્રહસિતને કહ્યું.
આપણો રથ પુંડરીક તરફ વાળો.' હજુ થોડી વાર છે. પ્રથમ પ્રહર પૂરો થવા દો' પ્રહસિતે કહ્યું : પ્રથમ પ્રહરને પૂર્ણ થવાની થોડીક જ વાર હતી. એ અરસામાં હનુમાને યોગેશ સામે રમત સમેટવા માંડી. જાણી જોઈને હનુમાન જરા પાછો હટયો. યોગેશ હર્ષમાં આવી ગયો અને હનુમાન તરફ આગળ વધ્યો. હનુમાને તેને જરા આગળ આવવા દીધો અને જ્યાં ઠીક ઠીક આગળ આવ્યો કે પ્રહસિત રથને ચક્રાકારે ગતિ આપી. યોગેશના રથની ચારે કોર પવનવેગે. હનુમાનનો રથ ઘૂમવા માંડ્યો. હનુમાને તીરની સતત વર્ષા કરી, યોગેશને ભારે મૂંઝવણમાં મૂકી દીધો. એટલું જ નહિ પણ યોગેશના ધનુષ્યને તોડી નાંખ્યું. રથના અશ્વોને જર્જરિત કરી નાંખ્યા અને રથનાં ચક્રોને પણ શિથિલ બનાવી દીધાં.
પ્રથમ પ્રહર પૂર્ણ થયો ને પ્રહસિતે હનુમાનના રથને પુંડરીક તરફ દોડાવી મૂક્યો. યોગેશે છુટકારાનો દમ ખેંચ્યો! હનુમાનનો રથ પુંડરીકની સામે આવી ઊભો. ત્યાં જ પુંડરીકે હનુમાનને મૂંઝવી નાખવા એકધારો તીરોન મારો ચલાવ્યો, પરંતુ હનુમાને પુંડરીકના એક એક તીરને પ્રતિપક્ષી તીરથી તોડી નાખ્યું અને ખૂબ જ ચાલાકીથી પુંડરીક ઉપર દસ તીરો મારી, તેનું ધનુષ્ય તોડી નાંખ્યું, પંડરીકે બીજુ ઘનુષ્ય લીધું અને કલ્પાંતકાળનું દશ્ય ખડું કરી દીધું. તો ક્રોધાતુર બનીને હનુમાન પર તીરોનો મારો ચલાવ્યો. હનુમાનના રથના અશ્વો પાછા પડવા લાગ્યા. હનુમાને શસ્ત્રવિદ્યાનું સ્મરણ કરીને તીર છોડ્યું, એકમાંથી સંકડો તીરો સર્જાઈ ગયાં. તીરોની એકધારી વર્ષામાં પુંડરીક હનુમાનને જોઈ શક્યો નહિ, જ્યારે હનુમાને પુંડરીકનું નિશાન લઈને, એક પછી એક મંત્રપૂત તીરો છોડવા માંડ્યાં. પુંડરીક મૂંઝાયો, ત્યાં રાજીવ એના પડખે પહોંચ્યો લાગ્યું. તેણે હનુમાનને હંફાવવા માંડ્યો. ત્યાં તો મહેન્દ્રપુરનો યુવરાજ પ્રસન્ન કીર્તિ હનુમાનની લગોલગ આવી ગયો અને હનુમાન સાથે લડતા પંડરીકની પ્રબળ સામનો કરવા માંડ્યો. પુંડરીક પ્રસન્ન કીર્તિ તરફ વળ્યો, એટલે હનુમાન રાજીવ પર એક સાથે પચાસ તીર છોડી, રાજીવના રથના અશ્વોને યમસદનમાં પહોંચાડી દીધા. રાજીવે છલાંગ મારીને બીજા રથમાં સ્થાન લીધું અને હનુમાન પર સખત હુમલો કર્યો,
For Private And Personal Use Only