________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરુણ પર વિજય
૨૬૯ પોતાની છાવણી તરફ વળ્યો અને સૂર્ય અસ્તાચલ પર પહોંચી ગયો. રાત આરામમાં પસાર કરી, પ્રભાતે નિત્યકાર્યોથી પરવારી. રાવણે ત્યાં જ સભા ભરી. પોતપોતાના સ્થાને સહુ વિદ્યાધર રાજાઓ વગેરે ગોઠવાઈ ગયા. હનુમાનને રાવણે પોતાની પાસે જ રિસંહાસન પર બેસાડ્યાં.
રાવણની આગળ વરુણ અને તેના સહુ પુત્રોને ઊભા કરવામાં આવ્યા, રાવણે ત્યાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું.
માનવંતા રાજેશ્વરો, યુવરાજ અને મારા સુભટો! વરણરાજ જેવા પરાક્રમી રાજા સામે તમે યુદ્ધમાં વિજય મેળવ્યો છે. તેથી મારા હૈયામાં અપૂર્વ આનંદ થયો છે, પરંતુ આ યુદ્ધવિજયનો યશ હું પવનંજયપુત્ર વીર હનુમાનને આપુ છું! હનુમાનનું અદ્ભુત પરાક્રમ જઈ, હું ખરેખર મુગ્ધ બન્યો છું...”
‘વણ અને પુંડરીક, રાજીવ વગેરેએ હનુમાનની સામે જોયું. તેઓએ અત્યારે જ જાણ્યું કે આ વીર યુવાન પવનંજયનો નંદન છે! તેઓને હર્ષ થયો. હનુમાને ત્યાં રાવણને પ્રણામ કરીને કહ્યું :
મહારાજા... અને અન્ય પ્રિય સુભટો,
આ વિજય મેં એકલાએ નથી મેળવ્યો, આપણે બધાએ મેળવ્યો છે. આપ સહુના સાથ વિના, અને એમાંય પૂજ્ય પ્રહસિતકાકી વિના તો હું કંઈ જ ન કરી શકત... માટે આ વિજયનો યશ આપ સૌને ફાળે જાય છે...”
સુભટોએ હનુમાનની જય બોલાવી. લંકાપતિએ કહ્યું :
અભિનંદનને પાત્ર જેમ તમે સહુ છો, તેમ પરાક્રમી વરુણરાજ અને એમના વીર સપુત્રો પણ છે, હું એમની વીરતા પર પ્રસન્ન થઈ ગયો છું. મારે વરુણપુરીનું રાજ્ય લઈ લેવું નથી. હું એમને જ એમનું રાજ્ય પાછુ સોંપું છું.'
સુભટોએ લંકાપતિની જય પોકારી. ઇન્દ્રજિતે ઊભા થઈને, વરુણરાજ અને પુંડરીક-રાજીવ વગેરેનાં બંધન છોડી નાંખ્યાં અને તેમને યોગ્ય આસનો આપ્યાં, વરુણરાજે લંકાપતિને એક દિવસ વરુણપુરીમાં રોકાઈ જવા માટે વિનંતી કરી. રાવણે તે માન્ય રાખી. સહુને લઈને વરુણરાર્જ વરુણપુરીમાં પ્રવેશ કર્યો.
પહેલો ભાગ સંપૂર્ણ
For Private And Personal Use Only