________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરુણ પર વિજય
૨૬૭ હનુમાનનો રથ પ્રહસિત પાછો પાડ્યો. રાજીવ આગળ વધ્યો. પ્રહસિત રાજીવને ઠીક ઠીક આગળ આવવા દીધો અને જ્યાં ધારણા મુજબ આગળ આવી ગયો કે પ્રહસિત રથને ચક્રાકારે ઘુમાવવા માંડ્યો. હનુમાને અજબ કળાથી તીરોને એકધારા છોડીને રાજીવને ઘેરી લીધો. રાજીવને ઘેરાઈ ગયેલો જોઈ, પુંડરીક એના તરફ વળ્યો, પરંતુ પ્રસન્નકીર્તિએ એને આગળ વધતો અટકાવી દીધો... પરંતુ પુંડરીકનાં કાળમુખ જેવાં તીરોની સામે પ્રસન્નતિ ન ટકી શક્યો. એનું કવચ ભેરાઈ ગયું, પુંડરીક આગળ વધ્યો, ત્યાં જ ઇન્દ્રજિતે એને અટકાવી દીધો. ઇન્દ્રજિતે પુંડરીકની ખબર લેવા માંડી. પુંડરીક ઇન્દ્રજીત પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યો. પુનઃ ઇન્દ્રજીતને પાછા હટી જવું પડ્યું. પરંતુ એ અરસામાં હનુમાને રાજીવના રથના અશ્વોને ખતમ કરી નાંખ્યા. બીજ રથ મળી શકે એવી સ્થિતિ ન રહી. રાજીવ મુંઝાયો, રથમાંથી તે ભૂમિ પર કૂદી પડ્યો અને હનુમાનના તીરોનો સામનો કરવા માંડયાં. પરંતુ હવે હનુમાને જરા ય કાળનો વિલંબ કર્યા વિના રાજીવના ધનુષ્યને તોડી નાંખ્યું અને નાગાસ્ત્રનું સ્મરણ કર્યું અને રાજીવ પર છોડ્યું. રાજીવ ભયંકર સર્ષોથી બંધાઈ ગયો. એક ક્ષણમાં જ હનુમાને તેને ઊંચકીને પોતાના રથમાં નાંખ્યો.
લંકાના સંચમાં હર્પના પોકારો થવા લાગ્યા. પુંડરીક ધૂંધવાઈ ગયો. પોતાના ભાઈને શત્રુના હાથમાં ગયેલો જાણીએ તેના અંગેઅંગમાં રોષ ભભૂકી ઊઠ્યો. બીજી બાજુ વરુણના બીજા પરાક્રમી પુત્રી સુમંગલ, સ્વસ્તિક, વાસવ વગેરે પણ પુંડરીકની પડખે આવી પહોચ્યા અને હનુમાનને જીવતો પકડી લેવા કૃતનિશ્ચયી બની ઝઝૂમવા માંડ્યા.
બીજો પ્રહર પૂર્ણ થયો હતો. લંકાનું સૈન્ય હનુમાનના પરાક્રમ પર ઓવારી ગયું હતું. જ્યારે પુંડરીક હનુમાનની સામે દાંત પીસીને, લડી રહ્યો હતો. દૂરથી ભવનાલંકાર હસ્તી પર બેઠેલો રાવણ હનુમાનના પરાક્રમને નીરખી રહ્યો હતો. તેની બાજુમાં જ મહાન પરાક્રમી સુગ્રીવ રથારૂઢ થઈને ઊભો હતો. હનુમાન રાજીવને જીવતો પકડેલો જાણી, સુગ્રીવ હનુમાનના પરાક્રમ પર આવરી ગયો. રાવણે તરત જ સુગ્રીવને હનુમાનના પડખે પહોંચી જવા આજ્ઞા કરી. સુગ્રીવ હજારો ચુનંદા સૈનિકોની સાથે હનુમાનની પાસે આવી પહોંચ્યો.... પંડરીકના ભાઈઓ સુમંગલ, સ્વસ્તિક અને વાસવ વગેરેને હંફાવવા માંડચો. સુગ્રીવ અનક ભયંકર યુદ્ધો લડી ચૂકેલો પરાક્રમી રાજા હતો. તેણે એવો પ્રબળ વેગથી હુમલો કર્યા કે સુમંગલ વગેરેને પાછા હટી જવું પડ્યું. સુગ્રીવ પુંડરીકની તરફ વળ્યો. હનુમાનને થોડીક રાહત મળે, એ હેતુથી સુગ્રીવે પુંડરીકને
For Private And Personal Use Only