Book Title: Jain Ramayana Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 278
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ જૈન રામાયણ પડકાર્યો. પુંડરીક અને સુગ્રીવ વચ્ચે ખૂનખાર જંગ જામી ગયો. કોઈ કોઈને મચક આપતું ન હતું. પુંડરીકના ભાઈઓએ લંકાની સેનામાં ત્રાસ પોકારાવી દીધો, પ્રસન્નકીર્તિ, ખર, દૂષણ વગેરે સામનો કરી રહ્યા હતા. વરણની વીરસના તેમને પણ હંફાવી રહી હતી. - ત્રીજો પ્રહર પણ પૂર્ણ થવાની તૈયારી હતી. પુંડરીક સુગ્રીવને જરાય મચક આપતો ન હતો. હનુમાને સુગ્રીવનું સ્થાન લીધું; અને પુંડરીક પર પચીસ તીર છોડી, પુંડરીકને પોતાની તરફ વાળ્યો. સુગ્રીવ વરુણની સેના પર તૂટી પડ્યો અને ત્રાસ પોકરાવી દીધો. હનુમાને પ્રાણની પરવા કર્યા વિના પુંડરીકની સામે ઝઝૂમવા માંડ્યું. પ્રહસિતે હનુમાનના રથને પુંડરીકના રથની એટલો નિકટમાં લીધો કે એકબીજા પર તીરનો હુમલો ન કરી શકે. હનુમાને ગદા લીધી, પુંડરીકે પણ ગદા લીધી. બંને રથ પરથી નીચે ઊતરી પડ્યા. બંને વચ્ચે દારણ ગદાયુદ્ધ જામ્યું. હનુમાને પુંડરીકના એક-એક પ્રહારને નિષ્ફળ બનાવી, થોડીક વારમાં જ પુંડરીકન થકવી નાંખ્યો અને ચપળતાપૂર્વક ઊછળીને, પુંડરીક પર એક પ્રબળ પ્રહાર કર્યો અને પુંડરીક પડ્યો. હનુમાને ઊંચકીને રથમાં નાંખ્યો.. લંકાના સૈન્ય જોરશોરથી હર્ષનો નાદ કરવા માંડયો. પુંડરીકને પડેલો જાણી, ખુદ વરુણરાજ પોતાની અજેય હસ્તીસેના સાથે ધસી આવ્યો. આ બાજુ રાવણે જ્યાં વરરાજને હનુમાન તરફ ધસી જતો જોયો, કે પવનવેગે ભુવનાલંકારને વરુણરાજ તરફ હંકાર્યો અને વરુણને માર્ગમાં જ રોક્યો. રાવણ અને વરુણરાજ વચ્ચે જંગ જામી ગયો. ચોથા પ્રહરનો પ્રારંભ થઈ ગયો હતો. વરુણરાજે પોતાના અપૂર્વ પરાક્રમથી રાવણને મચક ન આપી. રાવણે પોતાની મંત્રવિદ્યાઓનું સ્મરણ કર્યું, પરંતુ વરુણે એક પછી એક વિદ્યાને પણ પ્રતિપક્ષી વિદ્યાઓથી પરાજિત કરવા માંડી. એક વાર તો વરુણનું પરાક્રમ જોઈ, રાવણ મુગ્ધ થઈ ગયો અને એક મહાન વીરની સામે યુદ્ધ કરવાનો લહાવો મળ્યાનો હર્ષ અનુભવ્યો. રાવણે ભુવનાલંકાર હસ્તીને વરુણના હસ્તી સાથે ટકરાવ્યો અને કપટકુશળ રાવણ છલાંગ મારીને વરુણના હસ્તી પર કૂદી પડ્યો. વરુણને તો કલ્પના પણ ન હતી કે રાવણ આ રીતે કૂદી પડશે! રાવણે વરુણ પર સખત હુમલો કરીને, વરુણને પકડી લીધો. ખલાસ! વરુણના હસ્તી પર લંકાપતિનો ધ્વજ ફરકી ગયો. યુદ્ધ અટકી ગયું. લંકાની સેનાએ લાંબા વખત સુધી જયજયકાર કર્યો. રાવણ વરુણને લઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281