________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯. વરુણ પર વિજય -
રાવણના પ્રયાણની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં જ હનુમાન હજારો વર સુભટોની સાથે આવી પહોંચ્યો. હનુમાનને દૂરથી આવતો જોઈ, રાવણ ખૂબ આનંદિત થઈ ગયો. રથમાંથી ઊતરી પ્રહસિતની સાથે હનુમાન રાવણની સન્મુખ ચાલ્યો. રાવણે સામા આવીને, હનુમાનને પોતાના બાહુપાશમાં જકડી લીધો.. જાણે સાક્ષાત્ વિજય જ સામે આવીને ભેટ્યો હોય, તેમ રાવણને લાગ્યું. હનુમાનની તેજસ્વી મુખમુદ્રા અને સુદઢ અંગોને જોઈ રાવણે એના દુર્વાર પરાક્રમનું અનુમાન કરી લીધું.
રાજપુરોહિતે મંગલ શ્લોકનો પાઠ કર્યો. પ્રયાણની ભેરી વાગી ઊઠી અને રાવણનો રથ ગતિશીલ બન્યો. રાવણની પાછળ જ હનુમાનના રથને રાખવામાં આવ્યો હતો. રથનું સારથિપણું પ્રહસિતે સંભાળી લીધું હતું. હનુમાનના રથની હરોળમાં જ ઈન્દ્રજિતનો રથ ચાલી રહ્યો હતો. તેમની પાછળ કુંભકર્ણ, મેઘવાહન અને સુગ્રીવના રથો શોભી રહ્યા હતા. તેમની પાછળ ખર અને દૂષણના રથો દોડી રહ્યા હતા.
અનેક વિદ્યાધર રાજાઓ, શૂરવીર સેનાપતિઓ, અશ્વદળ, પાયદળ, હસ્તિદળ સાથે વરુણપુરી તરફ આગળ વધ્યા. થોડાક દિવસોમાં જ વણપુરીની નજીક જઈ પહોંચ્યા. બીજી બાજુ વરુણ પણ પૂરી તૈયારી સાથે સજજ થઈને ઊભો હતો. વરુણના એક એકથી ચડિયાતા પરાક્રમી પુત્રો, રાવણના સૈન્યની ખબર લઈ નાંખવા તલપાપડ થઈ રહ્યા હતા. અનેક શસ્ત્રવિદ્યાઓ અને અસ્ત્રવિદ્યાઓમાં પારંગત સેનાપતિઓ લંકાપતિની રાહ જોતા ઊછળી રહ્યા હતા.
યુદ્ધના મેદાનથી બાર કોશ દૂર રાવણે સૈન્યનો પડાવ નાંખ્યો અને સૂર્ય અસ્ત થયો. જાણે કે એક વિશાળ નગર વસી ગયું! આવશ્યક કાર્યોથી પરવારી રાવણે પહેલા દિવસના યુદ્ધનો વ્યુહ રચી કાઢચ. પહેલા દિવસે યુદ્ધના સેનાપતિ તરીકે ઇન્દ્રજિતની પસંદગી થઈ. સૌ નિદ્રાધીન થયા, છેલ્લા પ્રહરના પ્રારંભ થયો ને જાગૃતિની નોબત વાગી, ટપોટપ એક પછી એક દળ યુદ્ધના મેદાન તરફ રવાના થવા લાગ્યું. અરુણોદય થતામાં તો કુંભકર્ણના અનામત સૈન્યને છોડી સમગ્ર સૈન્ય ભૂલકારે મેદાનમાં ગોઠવાઈ ગયું.
વરુણના સૈન્યની આગેવાની પુંડરીકે લીધી હતી. અનેક શસ્ત્રોથી સજ્જ બની, તે મોખરે રથારૂઢ બનીને ઊભો હતો. તેની બાજુમાં જ રાજીવનો રથ ગોઠવાયો હતો. બરાબર તે બંનેના રથની સામે ઇન્દ્રજિત અને મેઘવાહનના
For Private And Personal Use Only