Book Title: Jain Ramayana Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 270
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૦ જૈન રામાયણ રાવણે બીજા દિવસે પ્રભાત જિનપૂજાદિ દિનકૃત્યો પૂર્ણ કરી, તરત જ ઇન્દ્રજિતને બોલાવ્યો. તેં પછી રાત્રે આગળ કંઈ વિચાર્યું?' હા, પિતાજી મેં તો ઘણું વિચાર્યું...' તો કહે.' વરુણે આપણી સાથેની મૈત્રીનો ભંગ કર્યો છે, એવી એક વાત વહેતી કરી દેવી.' કઈ દૃષ્ટિએ મૈત્રીનો ભંગ કર્યો છે, તે જણાવવું પડે ને?” હા જી, એના સુભટોએ આપણી સીમાનો ભંગ કર્યો છે. આપણી સીમામાં વરુણના સુભટો ઘૂસણખોરી કરે છે એ રીતે એણે મૈત્રીનો ભંગ કર્યો છે, એમ આપણે જાહેર કરવું જોઈએ.” ઇન્દ્રજિતે ઉપાય રજૂ કર્યો. સરસ ઉપાય બતાવ્યો! દૂતને બોલાવી હું હમણાં જ ઉપાય અમલમાં મૂકું છું.' મનુષ્યનો આ એક સ્વભાવ છે : પોતાના વિચારોને અનુકૂળ વિચારો રજૂ કરનાર મનુષ્ય તેને ગમી જાય છે. ઇન્દ્રજિતે પિતાની ઇચ્છાને પારખી, એને અનુકૂળ યોજના રજૂ કરી. તેણે પિતાના વિચારો ન્યાયી છે કે અન્યાયી છે, તેનો વિચાર ન કર્યો. પિતાની ઇચ્છાને પૂર્ણ કરવા તેણે વરુણને બલિ બનાવવાની યોજના ઘડી કાઢી. રાવણે તરત દૂતને બોલાવ્યો અને વરુણરાજને કહેવાનો સંદેશો આપ્યો : વરુણરાજ, ‘અલ્લાદનંદન પવનંજયની દરમિયાનગીરીથી તમારી સાથે મેં મૈત્રીનો સંબંધ બાંધ્યો અને આજદિન સુધી અમે એનું પાલન કર્યું છે, પરંતુ તમે એ મૈત્રીનો ભંગ કર્યો છે, લંકાના રાજ્યની હદમાં તમારા સુભટો ઘૂસી આવે છે. આ પરથી અમને તમારા દુષ્ટ ઇરાદાઓની ગંધ આવી ગઈ છે. તમને અને તમારા પુત્રોને બાહુબળનું અભિમાન છે, પરંતુ હવે તેનો અંત નજીકમાં લાગે છે. હજુ પણ જો તમારા સુભટોને નહિ વારો, તો અમારે તત્કાળ જલદ પગલાં ભરવાં પડશે.' દૂત સંદેશો લઈને, વરુણની તરફ રવાના થયો. બીજી બાજુ રાવણે પોતાના તમામ આજ્ઞાંકિત અને મિત્ર રાજાઓને પોતપોતાનાં સૈન્યો લઈને, આવી જવા માટે કહેણ પાઠવી દીધો. લંકા પુનઃ યુદ્ધના વાતાવરણથી ધમધમી ઊઠી. દૂત સંદેશો લઇને વરુણપુરી પહોંચી ગ. વરણરાજની રાજસભામાં પ્રવેશીને, વરુણરાજને પ્રણામ કરીને, ઊભો રહ્યો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281