________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીની શોધમાં
૨૩૯
પવનંજયનો જીવ બેબાકળો બની ગયો. એનું ચિત્ત વિહ્વળ બની ગયું. પ્રહસિતના મુખ ૫૨ નિરાશાની રેખાઓં ઊપસવા માંડી. મૌન રીતે તે પવનંજયની સાથે ભટકી રહ્યો હતો. સમજ નહોતી પડતી કે અંજનાને ક્યાં શોધવી?
ઓછામાં પૂરું વળી પવનંજય નથી ખાતો, નથી પીતો. એથી પ્રહસિતની ચિંતા વધતી જાય છે. હવે પવનંજયને આશ્વાસન આપવા શબ્દો પણ નથી. પવનંજયને આશાવાદી બનાવવા માટે ઉત્સાહ નથી.
વૈતાઢ્ય પર્વતનો કોઈ ભાગ તેમણે ખૂંદી વળવામાં બાકી ન રાખ્યો, છતાં નિરાશા જ સાંપડી.
એમ કરતાં કરતાં, તેઓ બન્ને વૈતાઢ્યની એક ઊંડી ખીણમાં પહોંચી ગયા. સૂર્ય પણ આથમી ગયો હતો. જંગલી પશુઓના દારુણ સ્વરો સિવાય ત્યાં કંઈજ સંભળાતું ન હતું. પવનંજયે પ્રહસિતના સામે જોયું. પ્રહસતનું મુખ નિરાશાના કાળા પાલવમાં છુપાઈ ગયું હતું. તેણે દીન આંખોએ પવનંજયની સામે જોયું અને તે બાજુ પર પડેલી એક શિલા પર બેસી પડ્યો. પવનંજય એની પડખે બેઠો.
‘પ્રહસિત, તું હવે આદિત્યપુર જા, જઈને માતા-પિતાને કહેજે કે અંજનાને શોધવા આખી પૃથ્વી ભમી વળ્યા, છતાં અંજના ન મળી. હજુ હું વનોમાં ભટકીશ અને અંજનાને શોધીશ છતાં એ તપસ્વિની નહિ મળે, તો અંતે...’ ‘અંતે શું?’ પ્રહસિતનું હૈયું ફફડી ઊઠયું.
‘અંતે હું અગ્નિમાં પ્રવેશ કરીશ...’
‘ના... ના... કુમાર... હું તમને છાંડીને નહિ જાઉં, હું નહિ જ જાઉં.' પ્રહસિતની આંખમાંથી ચોધાર આંસુનો ધોધ તૂટી પડ્યો... એ પવનંજયને ગળે વળગી પડ્યો, એના વક્ષસ્થળને આંસુઓથી ભીંજવી નાંખ્યું.
‘પ્રસિત, હું સમજી શકે છે મારા હૃદયની સ્થિતિ... અંજના વિના હું એક ક્ષણ પણ જીવી શકું એમ નથી, એને જે મેં બાવીસ-બાવીસ વર્ષ સુધી ઠોકરો મારી છે, તેનું આજે પ્રાયશ્ચિત્ત કરવાની તક આવી ગઈ છે... તું જા, માતાપિતાને સમાચાર આપ કે જેથી તેઓ મારી રાહ ન જુએ.’
પોતાના પ્રાણપ્રિય મિત્રની દુર્દશા, તેની આશાઓ અને કામનાઓને નિષ્ઠુર તકદીર દ્વારા કચડાતી જોઈ, પ્રહસિત ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. દુર્ભાગ્ય અને ક્રૂર કાળનો સામાં કરવામાં એ નાકામિયાબ નીવડ્યો.
For Private And Personal Use Only