________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
જૈન રામાયણ દિવસ વીતવા લાગ્યા.. સેનાપતિની ધીરજ ખૂટવા લાગી. એણે પોતાની તમામ શક્તિથી, તમામ બુદ્ધિથી આગળ વધવા માંડયું... સુભટો પણ પૂરા જુસ્સાથી આગળ ને આગળ વધવા લાગ્યા, ત્યાં તેઓ સૂર્યપુરનગરમાં આવી પહોંચ્યા.
નગરને સીમાડે સેનાપતિએ વિમાનને નીચે ઉતાર્યું. સુભટોને ગુપ્તવશે તેણે નગરમાં રવાના કર્યા, અને પોતે પણ વેશનું પરિવર્તન કરી નગરમાં દાખલ થયો.
એક પછી એક રાજમાર્ગ વટાવતો સેનાપતિ નગરની મધ્યમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે એક દુકાનમાં પાંચ-છ માણસોને મોટા અવાજે વાતો કરતા સાંભળ્યા. તે દુકાનની બાજુમાં ઊભો રહી ગયો.
જ્યારથી હનપુરના રાજા માનસવેગને ત્યાં એની ભાણેજ આવી છે. ત્યારથી દિન પ્રતિદિન એનું રાજ્ય વધતું જ જાય છે!” એક વૃદ્ધ દેખાતો પુરુષ બોલ્યો.
ભાઈ, પુણ્યશાળી આત્માનાં ઘરમાં પગલાં થાય એટલે સુખ અને સંપત્તિ વધે જ.'
વળી તમે સાંભળ્યું?” એક વેપારીએ પૂછયું.
‘એની ભાણેજનો પુત્ર હજુ તો નાનો છે, ત્યાં તો આખા નગરમાં પ્રિય થઈ પડ્યો છે. કહે છે કે એ એક વખત વિમાનમાંથી પડી ગયો હતો, એને તો ન વાગ્યું પણ પર્વતના ચૂરા થઈ ગયા!”
પણ મને તો તમારી વાત સમજાતી નથી.' એક મૌન બેઠેલો વેપારી બોલ્યો.
“કેમ?' ‘તમે કહો છો કે માનસવેગની ભાણેજ પુણ્યશાળી છે, પરંતુ સાથે સાથે મેં સાંભળ્યું છે કે એને એના પતિએ કાઢી મૂકી છે! પુણ્યશાળીને પતિ કાઢી મૂકે ખરા?'
અરે ભાઈ, તમે અડધું સાંભળ્યું છે. એના પતિએ કાઢી મૂકી નથી, પરંતુ એની સાસુએ કાઢી મૂકી છે. મારી પુત્રી હનુપુર ગઈ હતી; તે બરાબર વાત સાંભળી હતી. તેણે મને કહ્યું છે.'
ગમે તેણે કાઢી મૂકી હોય, પરંતુ પુણ્યશાળીને કોઈ કાઢી મૂકે ખરા?' પેલા
For Private And Personal Use Only