________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૪૮
થઈ ગયો. રાજમાર્ગો વટાવતા તેઓ રાજમહાલયના દ્વારે આવી પહોંચ્યા. દ્વાર પર સશસ્ત્ર સૈનિકો પહેરો ભરી રહ્યા હતા. સેનાપતિ ત્યાં ઊભો રહી ગયો. દ્વાર૨ક્ષકને તેણે કહ્યું :
‘અમારે મહારાજા માનસવેગને મળવું છે.'
‘આપનો શુભ પરિચય શું છે?' દ્વારપાલે પૂછ્યું.
‘અમે આદિત્યપુરથી આવ્યા છીએ. રાજા પ્રહ્લાદનો સંદેશો લઈને આવ્યા છીએ.’
એક દ્વાર૨ક્ષક રાજમંદિરમાં ગયો. મહારાજા માનસવેગની પાસે પહોંચ્યો અને પ્રણામ કરીને નિવેદન કર્યું.
‘આદિત્યપુરથી મહારાજા પ્રહ્લાદના માણસો આપને મળવા આતુર છે.’ તેમને તરત અંદર આવવા દો.' માનસવેગના ચિત્તમાં અનેક વિચારા ઊભરાયા. તેણે દાસીને મોકલી અંજનાને સમાચાર આપ્યા. બીજી બાજુ સેનાપતિએ ખંડમાં પ્રવેશ કર્યો.
‘મહારાજા માનસવેગનો જય હો.’ સેનાપતિએ માનસવેગને પ્રણામ કર્યા. માનસર્વેગે ઊભા થઈને, સેનાપતિનું હર્ષથી સ્વાગત કર્યું. સેનાપતિને બેસવા માટે આસન આપ્યું. ત્યાં વસંતતિલકા સાથે અંજના પણ આવી પહોંચી. પાછળ દોડતો હનુમાન પણ આવી પહોંચ્યો. અંજનાને જોતાં જ સનાપતિ ઊભો થઈ ગયો અને હાથ જોડીને વંદના કરી.
‘તમારું કુશળ હો...' અંજનાએ આશીર્વાદ આપી, યોગ્ય જગાએ આસન લીધું. હનુમાન અંજનાના ઉત્સંગમાં ગોઠવાઈ ગયો. તે આગંતુક સેનાપતિની સામે ધારીધારીને જોઈ રહ્યો.
‘કેમ આદિત્યપુરમાં સહુ કુશળ તો છે ને?' માનસવેગે પૂછ્યું. પ્રત્યુત્તરમાં સેનાપતિની આંખમાંથી આંસુ સરી પડ્યાં. તેના ગળે ડૂમો ભરાઈ ગયો. યુદ્ધભૂમિ પર શત્રુઓ પર સિંહની જેમ ત્રાટકનાર સેનાપતિ... એનું વજ્ર જેવું હૃદય પણ દ્રવી ઊઠ્યું. અંજનાને જોઈને તે રડી પડ્યો.
‘મહાનુભાવ! કેમ આમ? સહુ કુશળ તો છે ને?’ માનસવેગે પુનઃ પૂછ્યું. અંજનાનું હૃદય ધબકી ઊઠ્યું.
‘મહારાજા, આદિત્યપુર આજે શોકના અંધકારમાં ડૂબી ગયું છે. જ્યારથી મહાસતીને કલંકિત કરી, કાઢી મુકવામાં આવ્યાં ત્યારથી આદિત્યપુરની પ્રજા અશાંત બની ગઈ છે.’
For Private And Personal Use Only