Book Title: Jain Ramayana Part 1
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 261
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતીત્વનો વિજય ૨૫૧ કરી, સ્વૈરપણે એની સાથે ભાગ-૨મણ કરી, પ્રભાતે એને મારા આગમનના ચિહ્ન તરીકે મુદ્રિકા આપી... માતાપિતાને જાણ કર્યાં વિના જ હું પાછો યુદ્ધયાત્રાએ ચાલ્યો ગયો. ‘હે વનદેવતા! એ સતી ગર્ભવતી બની. મારી માતાએ તેને કલંકેત માની કાઢી મૂકી. મારી ગંભીર ભૂલના પરિણામે એ સતી પુનઃ દુ:ખના ખાડામાં ધકેલાઈ ગઈ, મારી અજ્ઞાનતાએ, મારી અવિચારિતાના કારણે એ નિર્દોષ સતી દારુણ દશાને પામી. મેં એને પૃથ્વીના ખૂણે ખૂણે શોધી. છતાં એ ન મળી, ક્યાંથી મળે? સમુદ્રમાં પડી ગયેલું રત્ન હાથ ક્યાંથી લાગે? હવે જીવતા રહીને એના વિરહનું દુ:ખ મારાથી સહન થઈ શકે તેમ નથી, માટે હું મારા દેહને અગ્નિમાં હોમી દઉં છું... ‘હે વનદેવતા! જો એ મારી પ્રિયા તમને જોવા મળે તો તેને કહેજો- ‘તારા વિયોગથી પીડાતો તારો પતિ, અગ્નિમાં હોમાઈ ગયો છે...’ ચિત્તમાં શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી, ભડભડ સળગી ઊઠેલી કાષ્ઠની ચિતામાં કૂદી પડવા, તેણે કૂદકો માર્યો... પણ... વિમાનમાંથી રાજા પ્રહ્લાદ વીજળીવેગે નીચે ઊતરી આવ્યા અને આકાશમાં જ પવનંજયને પાછળથી બાથમાં જકડી લીધો. પવનંજયે છૂટવા ઘણો પ્રયત્ન કર્યો, તે ધૂંધવાઈ ઊઠ્યો. કોણ છે આ વિઘ્ન કરનાર? પ્રિયના વિયોગથી પીડાતા મને અગ્નિમાં ખાખ થઈ જવા દો, મારા માર્ગમાં આડે ન આવો, ‘બીજું કોઈ નથી વત્સ, તારો પાપી પિતા છું...' આંખમાંથી ચોધાર આંસુએ રડતા પ્રહ્લાદે પવનંજયને કહ્યું. ‘વત્સ, ક્ષમા કર. નિર્દોષ પુત્રવધૂ પ્રત્યે મેં જે ઉપેક્ષા કરી, તે મારું પાપ ધોવાઇ શકે એવું નથી. એ અવિચારી સાહસ તારી માતાએ કર્યું છે... તું એવું સાહસ ન કર. તું ધીર છે તો હવે સ્થિર બન.’ પ્રલ્લાદે પવનંજયને સમજાવવા પ્રયત્ન કરવા માંડ્યાં. કેતુમતી પણ ધ્રુસકે ધ્રુસકે રડતી, પવનંજયને અગ્નિમાં ન પડવા માટે વીનવવા લાગી. પ્રસિત અને મહામંત્રી આકાશમાં જ વિમાનને ઘુમાવતા, મોકલેલા સેનાપતિઓની રાહ જોવા લાગ્યા. ચારેય દિશાઓમાં દૂર દૂર દિષ્ટ નાંખવા લાગ્યા. ત્યાં જ સેનાપતિ અને માનસવેગનાં વિમાનો તીવ્ર ગતિથી આવી રહેલાં નજરે પડ્યાં. પ્રહસિતનું હૃદય નાચી ઊઠ્યું. તેણે બૂમ પાડી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281